ચોટીલા હાઈવે પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. જેમાં અમદાવાદથી રાજકોટને જોડતા હાઈવે પર ખાડા જોવા મળ્યા છે. હાઈવે પર ખાડાઓને લઈ ટ્રાફિક જામ થઇ રહ્યો છે. જેમાં ટ્રાફિકજામથી વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. તંત્ર દ્વારા માત્ર માટી ભરીને પુરાણ કરાય છે. તથા વરસાદથી માટીનું પુરાણ ધોવાતા ફરી ખાડા પડે છે.
ખાડાના કારણે ટ્રાફિકજામ થાય છે આવી સ્થિતિમાં પોલીસ પણ લાચાર
ચોટીલા હાઈવે પર ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન છે. જેમાં મોટા મોટા ખાડા પડી જતાં ટ્રાફિક જામ સર્જાયો છે. તેમાં અમદાવાદથી રાજકોટ વચ્ચેના આ મુખ્ય હાઈવે પર ખાડાઓ પડી ગયા છે. જેને કારણે આ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. ચોમાસામાં આ રોડ પર અવારનવાર ખાડા પડી જાય છે. અને તંત્ર દ્વારા માત્ર માટી ભરીને ખાડાનું પુરાણ કરી દેવામાં આવે છે. જેથી ફરી વરસાદ આવે એટલે ત્યાં ફરી ખાડા પડે છે. ખાડાના કારણે ટ્રાફિકજામ થાય છે આવી સ્થિતિમાં પોલીસ પણ લાચાર બની જાય છે.
રોડ પર પડેલા ખાડાઓને કારણે વાહનચાલકોને પડતી મુશ્કેલી
હાઈવે પર ટોલ ટેક્સ ભરવા છતાં હાઈવેની આવી સ્થિતિ કેમ થઈ જાય છે તેને લઈને વાહનચાલકો સવાલ કરી રહ્યા છે. રોડ પર પડેલા ખાડાઓને કારણે વાહનચાલકોને પડતી મુશ્કેલી, વાહનોમાં થતું નુકસાન, બગડતું ઈંધણ અને બગડતા સમય માટે કોણ જવાબદાર તેવો સવાલ તેઓ કરી રહ્યા છે. સ્થાનિકોનું માનીએ ચોમાસામાં આ રોડ પર અવારનવાર ખાડા પડી જાય છે. અને તંત્ર દ્વારા માત્ર માટી ભરીને ખાડાનું પુરાણ કરી દેવામાં આવે છે. જેથી ફરી વરસાદ આવે એટલે ત્યાં ફરી ખાડા પડે છે. અને જો ભારે વરસાદ હોય તો મોટા મોટા ખાડાઓ પડી જાય છે. જેથી ટ્રાફિકની સ્થિતિ સર્જાય છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રસ્તાઓ રિપેર કરાય તેવી માગ સ્થાનિકો કરી રહ્યાં છે.
Source link