
અભિષેક બચ્ચન આજે પોતાનો 49મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. અભિનેતા તરીકે તેઓ ભલે પિતા અમિતાભ બચ્ચનની જેમ કારકિર્દી સર ન કરી શક્યા પરંતુ અંગત જીવનમાં તેમના કિસ્સાઓ ટોક ઓફ ધ ટાઉન રહ્યા છે. થિયેટરની ફિલ્મોમાં તેઓ છાપ છોડવામાં નબળા પડ્યા પણ OTT ક્ષેત્રે તેમની સિરીઝ દર્શકોમાં લોકપ્રિય છે. તેમનો OTTનો ચાહક વર્ગ હમેંશા તેમના અભિનય માટે રાહ જુએ છે. આજે બર્થ ડે સ્પેશિયલમાં અમે તમને અભિષેકના જીવનના મહત્ત્વના કિસ્સાઓ વિશે માહિતી આપીશું.
અભિષેક બચ્ચન @49
પર્સનલ અને પ્રોફેશનલ લાઇફમાં કેવા રહ્યાં ઉતાર-ચઢાવ, સ્ટાર પરિવારમાં જન્મ થયો હોવા છતા અભિષેક બચ્ચન માટે કામ મેળવવું સરળ ન હતુ. પિતા અમિતાભ બચ્ચન જ્યારે આર્થિક સંકળામણમાં હતા ત્યારે અભિષેકે પોતાનો અભ્યાસ છોડ્યો હતો. અને કામ કરવાનું શરુ કર્યુ હતુ. શરૂઆતના બે વર્ષ તેઓ માત્ર કામ મેળવવા માટે ભટકતા હતા. કે જેથી તેઓ પિતાને મદદ કરી શકે. પિતા અમિતાભના પ્રોડેક્શન હાઉસમાં તેઓ પ્રોડક્શન બોય તરીકે જોડાયા હતા. આમ અભિષેકે પિતાને મોરલ સપોર્ટ આપ્યો હતો. ત્યારે બાદ તેઓએ રાકેશ ઓમ પ્રકાશની ફિલ્મમાં કામ કરવા મુલાકાત કરી પરંતુ પટકથા યોગ્ય ન લાગતા અભિષેકે પિતાના કહેવાથી ફિલ્મ છોડી હતી. રેફ્યુજી ફિલ્મથી બોલીવુડમાં એંટ્રી કરનાર અભિષેકની પ્રથમ ફિલ્મ સમઝોતા એક્સપ્રેસ હોત. પરંતુ પટકથા ન ગમતા આ ફિલ્મ કરવાનું માંડી વાળ્યુ હતુ. રેફ્યુજી ફિલ્મમાં અભિષેકની જોડી કરીના કપૂર સાથે જોવી મળી હતી. આ ફિલ્મમાં દર્શકોએ બંનેની જોડી પસંદ કરી હતી. પરંતુ અભિષેકની ફ્લોપ એક્ટીંગના કારણે મુવી અસફળ રહી. કરીનાની બહેન કરિશમા સાથે અભિષેકની સગાઇ થઇ હતી. તેથી આ ફિલ્મની સાથે અંગત જીવનમાં પણ તેને પરિવારનો સાથ મળ્યો હતો. વર્ષ 2000થી લઇને વર્ષ 2004 સુધી અભિષેકની 20 ફિલ્મ રિલીઝ થઇ જેમાંથી 17 ફિલ્મ ફ્લોપ રહી હતી. પરંતુ વર્ષ 2004માં આવેલી ધૂમ ફિલ્મથી અભિષેકે કમબેક કર્યુ હતુ. કરિશમા કપૂર સાથે અભિષેકના સંબંધ લગ્ન સુધી ન પહોંચી શક્યા. આ સંબંધ તૂટવા પાછળ માતા જવાબદાર હોવાનું સામે આવ્યુ હતુ. બાદમાં રાની મુખર્જી સાથે પણ અભિષેકનું નામ જોડાયુ હતુ. પરંતુ અભિષેકે બાદમાં વિશ્વ સુંદરી ઐશવર્યા સાથે લગ્ન જીવન શરૂ કર્યુ હતુ.
OTT ક્ષેત્રે અભિષેક દર્શકોમાં લોકપ્રિય
ફિલ્મી પર્દે ઉતાર-ચઢાવ રહ્યા બાદ બર્થ ડે બોય અભિષેકે OTT ક્ષેત્રે પદાપર્ણ કર્યુ હતુ. અહીં તેણે બ્રિધ નામની સીરીઝ સાઇન કરી હતી. જેમાં તેનો અભિનય દર્શકોને ગમ્યો હતો. અહીં તેણે વિવિધ પ્રકારના પ્રોજેક્ટ સાઇન કર્યા હતા. આ પ્રોજેક્ટના માધ્યમથી તેણે અભિનય ક્ષેત્રમાં પોતાની ઉપસ્થિતી મજબૂત કરી હતી. આમ સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના પુત્ર હોવા છતા પણ અભિષેક બચ્ચને પોતાના પિતાના નામનો ઉપયોગ કર્યા વગર તમામ ક્ષેત્રે જોતે જ કામ મેળવવાનું નકકી કર્યુ હતુ. અને આજે તેઓ પોતાની અલગ છાપ ઉભી કરવામાં સફળ રહ્યા છે.