- પેટલાદમાં યુવકે ઈઝરાયલમાં ઊંચો પગાર અપાવાના નામે કરી લાખોની છેતરપિંડી
- યુવાનોને છેતરપિંડી થઈ હોવાની જાણ થતા પોલીસ ફરિયાદ નોંધાવી
- પોલીસે એક આરોપીની ધરપકડ કરી અન્ય બે આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા
હાલ વિદેશ જવાની ઘેલછા વધી રહી છે ત્યારે પેટલાદમાં એક યુવકે ઇઝરાયલમાં ઊંચો પગાર આપી ખેતી કામ માટે યુવાનોને લઈ જવાની લાલચ આપી લાખો રૂપિયાની ખેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે આ અંગે રંગાઈપુરાના યુવકો સાથે 18 લાખની છેતરપિંડી અંગે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે મુખ્ય આરોપી હસમુખ પરમારને ઝડપી પાડી સઘન પૂછપરછ હાથ ધરી છે.
પોલીસ પૂછપરછમાં અનેક ખુલાસા
પોલીસની પૂછપરછમાં અનેક યુવાનો સાથે છેતરપિંડી થઇ હોવાનું સામે આવ્યું છે. પોલીસે હસમુખ સહિત તેની પત્ની તથા અન્ય ખંભાતના એક વ્યક્તિ સામે ગુનો નોંધ્યો હતો. પેટલાદ શહેરમાં સંતરામપુરાની ચાલી નજીક કલ્યાણ સોસાયટીમાં રહેતા હસમુખ વાલજીભાઈ પરમાર નામના યુવાને યુવાનોને વિદેશ મોકલવાનું કામકાજ શરૂ કર્યું હતું.
બોગસ વીઝા અને ઓફર લેટર બચાવ્યા
હસમુખ પરમારે સિવિલ હોસ્પિટલ નજીક આવેલ કર્મ કોમ્પલેક્ષમાં ઓફિસ ચાલુ કરી હતી. ઇઝરાયલમાં ખેતી કામ માટે વર્કવિઝા આપવાના બહાને યુવાનો સાથે રૂપિયા અને કાગળિયા લઈ થોડા ટાઈમ પછી યુવાનોને વિઝા બતાવ્યા હતા. આ સાથે યુવાનોને ઓફર લેટર અને પ્લેનની ટિકિટો પણ બતાવી હતી. આખરે સમગ્ર છેતરપિંડીનો પડદાફાસ થાય તે પહેલા જ હસમુખ પરમારે ઓફિસ બંધ કરીને રફુચક્કર થઈ ગયો હતો.
પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી
યુવાનોએ ઓફિસે જઈને તપાસ કરતા તાળા જોવા મળ્યા હતા. આખરે રંગાઇપુરાના સંદીપ પંચાલે શહેર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે હસમુખ પરમારને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે હસમુખની પત્ની જાશ્મિન તથા ખંભાતના ભાવિન જાદવ નામના આરોપીને ઝડપી પાડવા પોલીસને ચક્રો ગતિમાન કર્યા છે.
Source link