GUJARAT

Anand: CM ભૂપેન્દ્ર પટેલે સોજિત્રામાં કરોડો રૂપિયાના વિકાસ કામોનું કર્યું લોકાર્પણ

આણંદ જિલ્લાની મુલાકાતે આવેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોજિત્રા ખાતે સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ભવનનું લોકાર્પણ તેમજ જિલ્લામાં 120 કરોડથી વધુના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુર્હુત કર્યુ હતું.

CM ભૂપેન્દ્ર પટેલે સોજિત્રા ખાતે નવનિર્મિત સરકારી આર્ટસ અને કોમર્સ કોલેજના ભવનનું લોકાર્પણ કર્યુ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીપળાવ ખાતે આશાપુરી માતાના મંદિરમાં જઈ માં આદ્યશક્તિ આશાપૂરીના દર્શન કરી વિધિવત પુજા અર્ચના કરી હતી. તેમજ મંદિરના પુજારીએ મુખ્યમંત્રીને પુજા અર્ચના કરાવ્યા બાદ માં આશાપુરી મંદિરની પ્રતિકૃતિ અને શ્રી યંત્રની ભેટ આપી હતી. CM ભૂપેન્દ્ર પટેલે સોજિત્રા ખાતે 14.85 કરોડના ખર્ચે નવનિર્મિત સરકારી આર્ટસ અને કોમર્સ કોલેજના ભવનનું લોકાર્પણ કર્યુ હતું. કોલેજમાં 1000 વિદ્યાર્થીઓ માટે 11 ક્લાસરૂમ, 200 વિદ્યાર્થીની ક્ષમતાવાળો સેમીનાર હોલ, સ્પોર્ટરૂમ, એડમિન રૂમ, એન. એસ. એસ. માટે અલાયદા રૂમ, કમ્પ્યુટર લેબ, લાઈબ્રેરી, મહિલાઓ માટે અલાયદો રૂમ તથા સ્ટ્રોંગ રૂમની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.

8000 કરોડથી વધારેની રકમના 39 જેટલા વિકાસકામોનું કરાયું ખાતમુહૂર્ત

CMએ આણંદ જિલ્લાના નાગરિકોને રૂપિયા 11,974.26 લાખના વિવિધ બાવન જેટલા વિકાસ કાર્યોની ભેટ આપી હતી, મુખ્યમંત્રીના હસ્તે રૂપિયા 8997.98 લાખની રકમના 39 જેટલા વિકાસકામોનું ખાતમુહૂર્ત તથા રૂપિયા 2976.28 લાખના 13 જેટલા વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. આણંદ તાલુકામાં રૂપિયા 2252.63 લાખના 16 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને રૂપિયા 704.28 લાખની રકમના 9 કાર્યોનું લોકાર્પણ મળી કુલ રૂપિયા 2956.91 લાખના કુલ 25 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું. જેમાં ઉમરેઠ તાલુકામાં રૂપિયા 3987 લાખની રકમના 1 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત, ખંભાત તાલુકામાં રૂપિયા 105.04 લાખની રકમના 1 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત, તારાપુર તાલુકામાં રૂપિયા 618.95 લાખની રકમના 1 વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત અને રૂપિયા 17 લાખના રકમના 1 કામનું લોકાર્પણ કરીને કુલ રૂપિયા 635.95 લાખના કુલ 2 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું.

સોજીત્રા તાલુકામાં 1105.59 લાખની રકમના 17 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત

પેટલાદ તાલુકામાં રૂપિયા 59.16 લાખની રકમના 1 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને રૂપિયા 120 લાખના રકમના 1 કાર્યોનું લોકાર્પણ કુલ રૂપિયા 179.16 લાખના કુલ 2 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું. બોરસદ તાલુકામાં રૂપિયા 767.89 લાખના 1 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત, સોજીત્રા તાલુકામાં રૂપિયા 1105.59 લાખની રકમના 17 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને રૂપિયા 2135 લાખની રકમના 2 કાર્યોનું લોકાર્પણ કરીને કુલ રૂપિયા 3240.59 લાખના કુલ 19 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button