GUJARAT

Bhavnagar: શહેરના ભાદેવાની શેરીમાં વધુ એક જર્જરિત મકાન ધરાશાયી

  • ફાયરનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો
  • ફાયર વિભાગે કાટમાળ ખસેડવાની કાર્યવાહી કરી
  • જર્જરિત મકાન હોય સાવચેતી રાખતા આબાદ બચાવ

ભાવનગરમાં આજે એક વધુ જર્જરીત મકાન ધરાશાયી થવા પામ્યું હતું જો કે કોઇ જાનહાનિ થઇ ન હતી. હજુ બે દિવસ પહેલા જ શહેરમાં જૂનું મકાન ધરાશાયી થયું હતું ત્યાં બે દિવસમાં આ બીજી દુર્ઘટના સર્જાઇ છે.

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ચોમાસાના સતત ભારે વરસાદ પડવાના કારણે જર્જરીત મકાનો પડવાના કારણે થતી જાનહાનિ અટકાવવા માટે જાહેર ચેતવણી આપી જર્જરીત ઇમારતોના આસામીઓએ ઇમલો ઉતારી લેવા અથવા સમારકામને લાયક ઇમલાની મરામત કરી લેવા તાકીદ કરવામાં આવે છે. પરંતું આવી કોઇ કામગીરી ન થતા શહેરના ભાદેવી શેરીમાં જર્જરીત મકાન ધરાશાયી થયેલ.

આજે એક વધુ જર્જરીત મકાન ધરાશાયી થવા પામેલ છે. ભાદેવાની શેરીમાં એક જર્જરીત મકાન ધરાશાયી થતા સદ્દનસીબે કોઇ જાનહાનિ થવા પામેલ નથી. શહેરમાં હજુ આવા કેટલાય મકાનો, શોપીંગ સેન્ટરો જર્જરીત હાલતમાં હોય કોઇ જાનહાનિ થાય તે પહેલા નગરપાલિકા દ્વારા ઇમલો ઉતારી લેવા, મરામત કરવામાં આવે તેવી માગ ઉભી થવા પામી છે. નગરપાલીકા દ્વારા કોઇ જાનહાનિ થાય તે પહેલા પોતાના વિવિધ કોમ્પલેક્ષ, વિવિધ વિસ્તામાં આવેલા શોપીંગ સેન્ટરો, બહુમાળી બિલ્ડીંગોનો સર્વે કરી યોગ્ય પગલા ભરવા માગ ઉભી થવા પામી છે.

નગરપાલિકાની કેટલીક મિલ્કતો જ જર્જરીત

ચોમાસામાં ભારે વરસાદના કારણે અકસ્માત થતા કોઇ જાનહાનિ સર્જાય તે પુર્વે ઇમારતો રીપેર કરવા અથવા તો ઉતારી લેવા જાહેર ચેતવણી આપ્યા બાદ આવા આસામીઓને નગરપાલિકાએ નોટીસ ફટકારે છે પરંતુ નગરપાલિકાની મિલ્કતો જ જર્જરીત હાલતમાં હોય નગરપાલીકાને કોણ નોટિસ આપશે? તેવો પ્રશ્ન નગરજનોમાં ઉભો થવા પામેલ છે.

બે દિવસ પહેલા જ એક મકાન ધરાશાયી થયેલું

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા બપોરના સમયે મકાન ધરાશાયી થવા પામેલ. સદ્દનસીબે કોઇ જાનહાની થવા પામેલ નથી. શહેરમાં આવા અનેક જર્જરીત મકાન હોય હજુ પણ આવા બનાવો બનવાની શક્યતા વ્યકત કરવામાં આવી હતી અને ભાવનગર નગરપાલિકા દ્વારા તાત્કાલીક ધોરણે આવા જર્જરીત મકાનનું રીપેરીંગ કામ હાથ ધરવામાં આવે તેવી માગ નગરજનોમાં ઉઠવા પામી હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button