GUJARAT

Ahmedabad મનપાની કામગીરીમાં વધુ એક બેદરકારી સામે આવી

અમદાવાદ મનપાની કામગીરીમાં વધુ એક બેદરકારી સામે આવી છે. જેમાં હલકી ગુણવત્તાની કામગીરીનો ઉત્તમ નમૂનો સામે આવ્યો છે. તેમાં નવો બનાવાયેલો રોડ માત્ર 5 દિવસમાં જ ધોવાયો છે. GMDC ગ્રાઉન્ડ પાસેનો રોડ 5 જ દિવસમાં ધોવાયો છે. તેમાં રોડ બનાવવા ખર્ચાયેલા રૂપિયાનો ધૂમાડો થયો છે. જેમાં 5 જ દિવસમાં રોડ પરથી ડામરના પડ ઉખડી ગયા છે.

જવાબદારો સામે કાર્યવાહી થશે કે કેમ તે સવાલ છે

જવાબદારો સામે કાર્યવાહી થશે કે કેમ તે સવાલ છે. અમદાવાદમાં AMCની હલકી ગુણવત્તાની કામગીરીનો ઉત્તમ નમૂનો સામે આવ્યો છે. રોડ બનાવવા માટે ખર્ચવામાં આવેલા રૂપિયાનો ધુમાડો થયો છે. નવો બનાવાયેલો માત્ર પાંચ દિવસમાં જ ધોવાયો છે. પીએમ મોદી GMDC ગ્રાઉન્ડ આવ્યા ત્યારે જ નવો રોડ બનાવ્યો હતો. જેમાં GMDC ગ્રાઉન્ડ પાસેનો રસ્તો 5 દિવસમાં જ રોડ પરથી ડામરના પડ ઉખડી ગયા છે. હલકી ગુણવત્તાની કામગીરી કરી શા માટે, AMC પ્રજાના ટેક્સના નાણાંનો કરે છે ધુમાડો?? આવી હલકી ગુણવત્તાની કામગીરી માટે કોણ જવાબદાર? શું જવાબદારી સામે થશે કાર્યવાહી કે પછી તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ?

વરસાદ બાદ દેડકાં જોવા મળે કે ના મળે પણ રોડ પર ખાડા તો અવશ્ય જોવા જ મળે

અમદાવાદમાં વરસાદ બાદ દેડકાં જોવા મળે કે ના મળે પણ રોડ પર ખાડા તો અવશ્ય જોવા જ મળે છે. તાજેતરમાં જ ચોમાસા દરમિયાન અમદાવાદના રોડમાં 19626 ખાડા જોવા મળ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્રી મોન્સૂન પ્લાન ફરી એક વખત પાણીમાં જ બેસી ગયો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ખાડા-ભૂવા પડવા કે રોડ બેસી જવાની સૌથી વધુ 5297 ઘટના ઈસ્ટ ઝોનમાં બનેલી હતી. રોડમાં ખાડા પડવાની સૌથી વઘુ ઘટનામાં સાઉથ ઝોન 4388 સાથે બીજા, નોર્થ વેસ્ટ ઝોન 3150 સાથે ત્રીજા, નોર્થ ઝોન 2228 સાથે ચોથા સ્થાને છે.

 આ સમારકામ ખરેખર થયું છે કે કેમ અને થયું પણ હશે તો કેટલું ટકશે

આ 19626 પૈકી 19228 રોડ રીપેર પણ કરવામા આવ્યા હોવાનો દાવો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરાયો હતો. જોકે, આ સમારકામ ખરેખર થયું છે કે કેમ અને થયું પણ હશે તો કેટલું ટકશે તે પણ મોટો સવાલ છે. રોડના સમારકામ માટે 308 શ્રમિકો, 36 ટ્રેક્ટર, 110 છોટા હાથીની મદદ લેવામાં આવી હતી. આમ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પહેલા પ્રી મોન્સૂન પ્લાન પાછળ અને તે નિષ્ફળ ગયા બાદ તેનાથી બમણો ખર્ચ ચોમાસા દરમિયાન જ કરવામાં આવે છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button