
બોલિવૂડ ફિલ્મ અભિનેતા અર્જુન રામપાલ ભલે ફિલ્મી લાઈમલાઈટથી દૂર રહે, પરંતુ તે રૂપેરી પડદાથી લઈને ઓટીટી પોતાની એક્ટિંગ સ્કીલ દર્શાવતા જોવા મળે છે. હાલમાં જ નેટફ્લિક્સે ઘણી ફિલ્મો અને શ્રેણીઓની જાહેરાત કરી. આમાંથી એક શોમાં અર્જુન રામપાલ પણ મહત્વની ભૂમિકા નિભાવતા જોવા મળશે. ત્યારે હવે એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં અર્જુન રામપાલની આંગળીમાં વાગ્યુ હોવાનું નિશાન જોવા મળી રહ્યુ છે. આવુ કેમ થયુ, આવો જાણીએ.
અર્જુન રામપાલનો વીડિયો વાયરલ
મહત્વનું છે કે એક શૉને લઇને એક ઇવેન્ટમાં અર્જુન રામપાલ પહોંચ્યો હતો. જેમાં તેણે કાચ તોડીને સ્ટાઇલિશ એન્ટ્રી કરી હતી. એક ઇવેન્ટમાં અર્જુન રામપાલે સ્ટંટ કરવાનો પ્રયાસ કરતા પોતે જ ઇજાગ્રસ્ત થયા હતા. તેમના હાથમાંથી લોહી ટપકતુ જોવા મળ્યુ હતું. એક વીડિયો વાયરલ થયો છે જેમાં અભિનેતા પોતાના આગામી શો રાણા નાયડુ ની સીઝન 2 ના પ્રમોશન માટે સ્ટેજ પર એક પાતળી કાચની દિવાલ તોડીને પોતાના હાથથી આગળ વધી રહ્યા છે. આ દરમિયાન, જ્યારે તેઓ બહાર આવવાનો પ્રયાસ કરે છે, ત્યારે કાચ તેમના માથા પર પણ પડે છે. આ પછી અભિનેતા હસતા હસતા સ્ટેજ પર આવતા જોવા મળે છે પરંતુ આ દરમિયાન, તેના હાથને ઘણી જગ્યાએ ઈજા થઈ હતી.
ફેન્સ કરી રહ્યા છે ચિંતા !
શોના હોસ્ટ મનીષ પૌલ અર્જુનની આંગળી તરફ ઈશારો કરતા જોવા મળે છે. પણ અભિનેતા હસતા જ રહે છે. આ વીડિયો જોઇને ફેન્સ અવનવી કમેન્ટ કરી રહ્યા છે. એકએ તો લખ્યુ છે કે રા-વન મોડ એક્ટિવ થઇ ગયો. બીજાએ લખ્યુ કે કીનૂ રીવ્સ લાઇટ. તો કોઇ અક્ષય કુમાર સાથે સરખામણી કરી રહ્યા છે. મહત્વનું છે કે અર્જુનની રાણા નાયડુ 2 OTT જાયન્ટ પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. આ શોમાં રાણા દગ્ગુબાતી અને વેંકટેશ પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. આ શોનો પહેલો ભાગ ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો.