પશ્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 19704/19703 અસારવા-ઉદયપુર એક્સપ્રેસને 01 જાન્યુઆરી, 2025થી પરિવર્તિત ટ્રેન નંબર 20988/20987 અસારવા-ઉદયપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ તરીકે ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ બે ટ્રેનના નંબર અને સમયમાં ફેરફાર કરાયો
અમદાવાદ મંડળના વરિષ્ઠ જનસંપર્ક અધિકારી પ્રદીપ શર્મા દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી મુજબ ટ્રેન સુપરફાસ્ટ બનવાને કારણે ટ્રેનના ઓપરેટિંગ સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેના કારણે મુસાફરીના સમયમાં 15થી 20 મિનિટનો ઘટાડો થશે. ટ્રેન નંબર 19704 (નવો નંબર 20988) 01 જાન્યુઆરી 2025થી અસારવાથી 06:40 કલાકને બદલે 06:50 કલાકે ઉપડશે અને 12:30 કલાકને બદલે 12:20 કલાકે ઉદયપુર પહોંચશે. ત્યારે ટ્રેન નંબર 19703 (નવો નંબર 20987) ઉદયપુર-અસારવા સુપરફાસ્ટ એક્સપ્રેસ 01 જાન્યુઆરી, 2025થી ઉદયપુરથી 16:55 કલાકને બદલે 16:05 કલાકે ઉપડશે અને 22:55ને બદલે 21:30 કલાકે અસારવા પહોંચશે.
અમદાવાદ-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ એક્સપ્રેસમાં જનરલ કેટેગરીના વધારાના કોચ ઉમેરવામાં આવશે
આ સાથે જ અમદાવાદ-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ એક્સપ્રેસમાં જનરલ કેટેગરીના વધારાના કોચ ઉમેરવામાં આવશે. પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ- એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો સામાન્ય શ્રેણીનો કોચ ઉમેરવામાં આવશે. ટ્રેન નંબર 22954/22953 અમદાવાદ-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનમાં 11 જાન્યુઆરી 2025થી અમદાવાદથી અને 17 જાન્યુઆરી 2025થી એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલથી વધારાનો એક સામાન્ય વર્ગનો કોચ કાયમી ધોરણે ઉમેરવામાં આવશે.
ભારે વરસાદથી રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ, 6 ટ્રેન કેન્સલ, 9 ટ્રેન ડાયવર્ટ
તમને જણાવી દઈએ કે 1 સપ્ટેમ્બરે વરસાદના કારણે 6 જેટલી ટ્રેન કેન્સલ કરવામાં આવી હતી અને 9 ટ્રેન ડાયવર્ટ કરવામાં આવી છે. દક્ષિણ મધ્ય રેલવેએ આ ટ્રેન કેન્સલ થવાની માહિતી આપી હતી. દક્ષિણ ભારતના રાજ્યોમાં સતત વરસાદને કારણે 6 ટ્રેન રદ કરવામાં આવી હતી. તેમાં વિજયવાડા-સિકંદરાબાદ (12713), સિકંદરાબાદ-વિજયવાડા (12714), ગુંટુર-સિકંદરાબાદ (17201), સિકંદરાબાદ-સિરપુર કાગઝનગર (17233), સિકંદરાબાદ-ગુંટુર (12706) અને ગુંટુર-સિકંદરાબાદ (512)નો સમાવેશ થાય છે. આ તમામ 6 ટ્રેન આજે 1 સપ્ટેમ્બર માટે રદ કરવામાં આવી હતી.
Source link