- ઈંગ્લેન્ડના 16 વર્ષીય ક્રિકેટરે 10 વિકેટ લઈને 159 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે
- આ બોલર એક મેચમાં 10 વિકેટ લેનારો સૌથી યુવા ખેલાડી બની ગયો છે
- ફરહાન અહેમદ ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના સ્પિન બોલર રેહાન અહેમદનો ભાઈ છે
ઈંગ્લેન્ડમાં હાલમાં કાઉન્ટી ક્રિકેટ રમાઈ રહી છે. જેમાં 16 વર્ષના ખેલાડીનું મોટું પરાક્રમ જોવા મળ્યું છે. આ ખેલાડીએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 159 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. આ યુવા ખેલાડીનું આ શાનદાર પરાક્રમ સરે અને નોટિંગહામશાયર વચ્ચે રમાયેલી મેચ દરમિયાન જોવા મળ્યું હતું. આ ખેલાડી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની મેચમાં 10 વિકેટ લેનારો સૌથી યુવા બોલર બની ગયો છે.
ફરહાન અહેમદે 159 વર્ષ તોડ્યો જૂનો રેકોર્ડ
ઈંગ્લેન્ડનો સ્પિન બોલર ફરહાન અહેમદ કાઉન્ટી ક્રિકેટમાં નોટિંઘમશાયર તરફથી રમી રહ્યો છે. આ મેચમાં ફરહાને સરે સામે 10 વિકેટ ઝડપી હતી. જેમાંથી પહેલા દાવમાં 7 વિકેટ અને બીજી ઈનિંગમાં 3 વિકેટ ઝડપી હતી. આ સાથે ફરહાને ગ્રેસનો 159 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. વર્ષ 1865માં જેન્ટલમેન ઓફ ધ સાઉથ તરફથી રમતી વખતે ગ્રેસે મેચમાં 84 રન આપીને 13 વિકેટ ઝડપી હતી. તે સમયે ગ્રેસની ઉંમર 16 વર્ષ 340 દિવસ હતી. ફહરાને 16 વર્ષ અને 191 દિવસમાં આ સિદ્ધિ મેળવી છે.
રેહાન અહેમદનો ભાઈ છે ફરહાન અહેમદ
ફરહાન અહેમદ ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના સ્પિન બોલર રેહાન અહેમદનો ભાઈ છે. વિરોધી બેટ્સમેનો ફરહાનની સ્પિનમાં ફસાયેલા જોવા મળ્યા હતા. જો મેચની વાત કરીએ તો સરે પહેલા બેટિંગ કરતા 525 રન બનાવ્યા હતા. સરે તરફથી સાઈ સુદર્શન અને રોરી બર્ન્સે સદી ફટકારી હતી.
આ પછી નોટિંઘમશાયરની ટીમ પહેલા દાવમાં 405 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પરંતુ આ મેચ ડ્રો રહી હતી. કારણ કે સરેએ બીજી ઈનિંગમાં 177 રન બનાવીને દાવ ડિકલેર કરી દીધો હતો. જે બાદ નોટિંગહામશાયરને જીતવા માટે 298 રનનો ટાર્ગેટ હતો. જે બાદ નોટિંઘમશાયરની ટીમે છેલ્લા દિવસે એકપણ વિકેટ ગુમાવી ન હતી.