- ડહેલી ગામમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી જતાં ઘરવખરીને નુકસાન
- કિમ નદીમાં ઘોડાપૂર આવતા અનેક ગામોનાં લોકોને સુરક્ષિત સ્થળે ખસે
- વાલિયામાં આભ ફાટતા ઘરોમાં પાણી ઘૂસી જતા જન જીવન ખોરવાઇ ગયું હતું.
વાલિયા તાલુકામાં આભ ફટતા અંદાજીત 12 કલાકથી વધુ સમયમાં 14. ઈંચ વધુ વરસાદ ખાબક્યો હતો.જેના કારણે નદી નાળા સહીત કિમ નદી ઉભરાતા ડહેલી, દેસાડ અને સોડગામ ગામમાં પાણી ભરાયા હતા,અને લોકોના ઘરમાં પાણી ઘુસ્યા હતા. કિમ નદીના જળસ્તરમાં વધારો થતા લોકોએ ગામમાંથી હિજરત કરવાનો વારો આવ્યો હતો.
આ ઉપરાંત ટોકરી નદી ઉભરાતા સેવડ ગામે કોઝવે પર પાણી ફરી વળતા પાંચ ગામો સંપર્ક વિહોણા બન્યા હતા,જ્યારે મોતીપુરા, ગુંડીયા, કડવાલી, નવાપરા, બિલેશ્વર ગામના મુખ્ય માર્ગો પણ પ્રભાવિત થતા રસ્તો બંધ કરાયો હતો. માંગરોળના મુખ્ય રસ્તાઓ પર પણ પાણી ભરાઈ જવાના કારણે એક હાઇવા ટ્રક પલટી મારી ગઈ હતી. ડહેલી ગામમાં લોકોના ઘરમાં પાણી ઘુસી જતા ઘરવખરીને નુકશાન થવા પામ્યું હતું. જયારે કેટલાય કાચા મકાનો ધરાશાયી થઇ ગયા હતા.
વાલિયા તાલુકાનું વહીવટી તંત્ર આ વિસ્તારોમાં રાહત બચાવ કામગીરી હાથ ધરી હતી. તો દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મુલાકાત લઈ તાત્કાલિક ધોરણે આ ગામોમાં સર્વે કરી અસરગ્રસ્ત લોકોને કેશડોલ થતા સરકારી સહાય કરવામાં આવે તેવી માંગણી કરી હતી.
Source link