SPORTS

Cricket: શ્રીલંકા સામે ઓસ્ટ્રેલિયાનો એક ઇનિંગ અને 242 રનથી વિજય, 1-0થી આગળ


ઓસ્ટ્રેલિયાએ ગાલે ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં શ્રીલંકાને એક ઇનિંગ અને 242 રનથી હરાવીને બે મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી હતી. ઓસ્ટ્રેલિયાએ બીજા દિવસે છ વિકેટે 654 રનના સ્કોરે પોતાનો પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. ત્યારબાદ ફોલોઓનનો સામનો કરનાર શ્રીલંકન ટીમે પ્રથમ દાવમાં 165 તથા બીજા દાવમાં 247 રન બનાવ્યા હતા.

બેવડી સદી નોંધાવનાર ઉસ્માન ખ્વાજાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. શ્રીલંકાનો પોતાનો ઘરઆંગણે સૌથી મોટા માર્જિનથી પરાજય થયો છે. આ પહેલાં ભારત સામે 2017માં તેને એક ઇનિંગ અને 239 રનથી પરાજયનો સામનો કરવો પડયો હતો. ઓસ્ટ્રેલિયા સામે શ્રીલંકાના બિગેસ્ટ માર્જિનથી થયેલા પરાજયમાં 2012માં મેલબોર્ન ખાતે એક ઇનિંગ અને 201 રનથી તથા 1988માં વાકા ગ્રાઉન્ડ ખાતે એક ઇનિંગ અને 108 રનથી થયેલો પરાજય પણ સામેલ છે. ઓવરઓલ બિગેસ્ટ પરાજયમાં શ્રીલંકન ટીમ 2001માં કેપટાઉન ખાતે સાઉથ આફ્રિકા સામે એક ઇનિંગ અને 229 રનથી હારી હતી. શ્રીલંકાના બીજા દાવમાં નાથન લાયન અને મેથ્યૂ કુહમાને ચાર-ચાર વિકેટ ઝડપી હતી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button