બનાસકાંઠા જિલ્લાના વતની અને ભારતીય સેનાના નોર્થન કમાન્ડ સિગ્નલ રેજિમેન્ટમાં ફરજ બજાવતા ચૌધરી જીગરકુમાર કાનજીભાઈએ રાષ્ટ્રરક્ષાના કાર્યમાં પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું છે.
આ દુઃખદ સમાચારથી સમગ્ર બનાસકાંઠા જિલ્લો શોક અને ગૌરવની મિશ્ર લાગણી અનુભવી રહ્યો છે, જ્યારે સમગ્ર ગુજરાત આ વીર પુત્રને નમન કરી રહ્યું છે.
- શ્રદ્ધાંજલિ આપવા નેતાઓનું આગમન
વીર શહીદ જીગરકુમારના અંતિમ સંસ્કાર અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે રાજ્યના મુખ્ય નેતાઓ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી. રાજ્ય મંત્રી કમલેશભાઈ પટેલ, તેમજ જિલ્લા પ્રમુખ અને મહામંત્રીઓ સહિતના અન્ય આગેવાનોએ શહીદના પરિવારજનોને સાંત્વના આપી અને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.


Leave a Comment