TECHNOLOGY

Social Media: ગૂગલ હોય કે ફેસબુક, નવા નિયમો જરુર એકવાર જાણી લો

ડેટા ચોરીના મામલાઓને જોતા યુઝર્સની સુરક્ષા માટે સરકારે નવા ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન નિયમો રજૂ કર્યા છે. કોઈ પણ ટેલિકોમ કંપનીઓ, સ્ટાર્ટઅપ અને મોટી ટેક કંપનીઓની મુશ્કેલીઓ વધી શકે છે. ગૂગલ હોય કે ફેસબુક, નવા નિયમોની અસર દરેક પર જોવા મળશે.

ડેટા ચોરીના મામલાઓ ખૂબ જ વધી રહ્યાં છે તેને રોકવા માટે સરકારે કડક પગલાં લીધા છે. હવે સરકાર દરેક વસ્તુને અંકુશ રાખવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે, પછી તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હોય કે પછી ટેલિકોમ કંપનીઓ. સરકારના નવા ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન નિયમોની અસર દરેક સ્ટાર્ટઅપ અને મોટી ટેક કંપનીઓ પર જોવા મળી શકે છે નવી શરતો મુજબ, કંપનીઓએ દેશની બહાર કોઈપણ પ્રકારના ડેટા શેર કરતા પહેલા સમિતિની પરવાનગી લેવી પડશે. નવા નિયમોમાં થયેલા ફેરફારો વિશેની સંપૂર્ણ વિગતોની જો વાત કરીએ તો.

ટેલિકોમ કંપનીઓને SDF સ્ટેટસ:

ટેલિકોમ કંપનીઓ પાસે ગ્રાહકોનો તમામ પ્રકારના ડેટા હોય છે. ટેલિકોમ કંપનીઓને SDF સ્ટેટસ મળશે. ટેલિકોમ કંપનીઓ માટે, SDF એટલે સર્વિસ ડેટા ફ્લો. તે ગ્રાહકને પૂરી પાડવામાં આવતી સેવાનો પ્રવાહ દર્શાવે છે. આમાં કૉલ સંબંધિત વૉઇસ ડેટાનો પ્રવાહ, વેબસાઇટ પરથી સ્ટ્રીમિંગ ડેટાનો સમાવેશ થાય છે.

ડેટાના ભંગ માટે કંપનીઓને જવાબદાર ગણવામાં આવશે:

જો કોઈપણ પ્રકારનો ડેટા ભંગ થશે તો કંપનીઓએ જવાબ આપવો પડશે. જો યુઝરના અંગત ડેટા સાથે કોઈપણ પ્રકારના છેડછાડ થશે તો સોશિયલ મીડિયા અને નાણાકીય સંસ્થાઓએ અસરગ્રસ્ત લોકોને તેના વિશે સંપૂર્ણ માહિતી આપવી પડશે.

બિગ ટેક કંપનીઓ અને સોશિયલ મીડિયા કંપનીઓએ ભારતમાં થોડો ડેટા રાખવો પડશે. જે પણ કંપનીઓ હશે તેમણે ભારતમાં સર્વર ઇન્સ્ટોલ કરવા પડશે. આ સિવાય સ્ટાર્ટઅપ કંપનીઓ માટે કમ્પ્લાયન્સનો ખર્ચ પણ તેમાં વધી શકે છે.

સંસ્થાઓ માટે નવી માર્ગદર્શિકા:

ડેટા કલેક્શન માટે પરવાનગી મેળવવા માટે ડિજિટલ ટોકનનો ઉપયોગ ફરજિયાત રહેશે. સંમતિ સંચાલકોએ પણ ડેટા પ્રોટેક્શન બોર્ડમાં નોંધણી કરાવવી પડશે. જેની ન્યૂનતમ નેટવર્થ 12 કરોડ રૂપિયા હોવી જોઈએ.

ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટને ઓગસ્ટ 2023માં જ પરવાનગી આપી દેવામાં આવી હતી. આ નિયમો પર પ્રતિસાદ 18 ફેબ્રુઆરી 2025 સુધીમાં MyGov પોર્ટલ દ્વારા આવવાની શક્યતા છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button