- સામા કાંઠે આવેલી સ્કૂલ 10 દિવસથી બંધ
- આ નદી ના સામા કાંઠે 50% ખેતીની જમીનો આવેલ છે તેમજ 80 થી 90 કુટુંબો વસવાટ કરે છે
- નદીના સામા કાંઠે જવા માટે લોકો ને ફરજિયાત 30 થી 35 કિલોમીટર ફરીને સામા કાંઠે જવું પડે
બોટાદ જિલ્લાના લીંબોડા ગામે ગામના પાદરમાં સુખભાદર નદી આવેલ છે. અને ઉપરવાસમાં મોટા ભડલા સુખભાદર ડેમ આવેલ છે. છેલ્લા છ સાત દિવસથી ભારે વરસાદને કારણે વરસાદનું પાણી તેમજ સુખ ભાદર ડેમ ઓવર ફ્લો થતા તેનું પાણી પણ આ સુખભાદર નદીમાં છોડવામાં આવતા આ નદીમાં ખૂબ જ પાણી ભરાયું છે.
આ નદી ના સામા કાંઠે 50% ખેતીની જમીનો આવેલ છે તેમજ 80 થી 90 કુટુંબો વસવાટ કરે છે. સાથે માધ્યમિક શાળા પણ આવેલ છે. સુખભાદર નદીમાં પાણીનો પ્રવાહ ખૂબ જ હોવાથી છેલ્લા 10-12 દિવસથી માધ્યમિક શાળાનું શિક્ષણ કાર્ય બંધ હાલતમાં છે.
જેથી વિદ્યાર્થીઓના શિક્ષણના પણ સવાલ ઊભો થયો છે. સાથો સાથ સામા કાંઠે જમીન ધરાવતા લોકો તેમજ પશુપાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે. નદીના સામા કાંઠે જવા માટે લોકો ને ફરજિયાત આ નદીના ઘસમસતા પ્રવાહમાંથી જીવના જોખમે પસાર થવું પડે અથવા 30 થી 35 કિલોમીટર ફરીને સામા કાંઠે જવું પડે છે. ચોમાસા દરમિયાન આ પરિસ્થિતિ વર્ષો જુની છે આ બાબતે અવાર નવાર રજૂઆત કરવામાં આવેલ હોવા છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરાયો છે. વિદ્યાર્થીઓના અભ્યાસ ન બગડે તેમજ ગામ લોકોની સુખાકારી માટે સરકાર દ્વારાતાત્કાલિકના ધોરણે આ સુખભાદર નદી ઉપર પુલ બાંધવામા આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરાઈ છે.
Source link