કેન્દ્ર સરકારે પેન્શનર્સને એક મોટી રાહત આપી છે. હવે દેશના કોઈપણ ખૂણે રહેતા પેન્શનરને પેન્શ માટે જ્યાં ત્યાં ભટકવું નહિ પડે. શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે જણાવ્યું કે, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે, ઈપીએફઓની પેન્શન યોજના બેઠળ આવતા પેંશનર્સ જાન્યુઆરીથી કોઈપણ બેંક અથવા તેની શાખાથી પેન્શન લઈ શકશે. તમને જણાવીએ કે સરકારે પેન્શનર્સને લઈ શું જાહેરાત કરી છે.
શ્રમ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે માંડવિયાએ એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ (EPS) 1995 માટે સેન્ટ્રલાઈઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમ (CPPS)ના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. તેઓ EPFOની ટોચની નિર્ણય લેતી સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી (CBT)ના અધ્યક્ષ પણ છે. નિવેદન અનુસાર, કેન્દ્રિય પેન્શન પેમેન્ટ સિસ્ટમ દ્વારા, પેન્શનનું વિતરણ દેશભરમાં કોઈપણ બેંક અથવા કોઈપણ શાખા દ્વારા કરવામાં આવશે.
ગમે તે બેંક બ્રાંચથી પેન્શન લઈ શકશો
શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, સીપીએસની મંજૂરી કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનને આધુનિકીકરણની દિશામાં માઈલ સ્ટોન છે. આની હેઠળ પેન્શનર્સ દેશમાં ગમે ત્યાં ગમે તે બેંક કોઈપણ સાખાથી પોતાનું પેન્શન મેળવી શકશે. આ અગાઉ લાંબા સમયથી ચાલી રહેલી પેન્શનધારકોની સમસ્યાઓનું સમાધન કરે છે. આ વ્યવસ્થા એક કુશળ વિતરણ સિસ્ટમ નક્કી કરે છે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે, આ ઈપીએફઓને પોતાના સભ્યો અને પેન્શનધારકોની જરૂરિયાતોનો ઉત્તમ રીતે પૂર્ણ કરવા વધુ મજબૂત, જવાબદાર અને ટેક્નિકલી સક્ષમમાં બદલવાના અમારા પ્રયાસોની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે.
78થી વધુ પેન્શનર્સને ફાયદો થશે
સેંટ્રલાઈઝ પેન્શન પેમેન્ટ સિસ્ટમથી ઈપીએફઓના 78 લાખથી વધુ ઈપીએસ-95 પેન્શનલધારકોને લાભ થવાની આશા છે. સેન્ટ્રલાઈઝ સિસ્ટમ પેંશન આદેશના એક કાર્યાલયથી બીજા કાર્યાલયમાં ટ્રાંસફર કરવાની જરૂર વગર આખા દેશમાં પેન્શનને કોઈપણ અવરોધ વગર મળી રહેશે. આ એવા પેન્શનર્સ માટે મોટી રાહત હશે જે નિવૃત્ત પછી ઘરે જતા રહેતા હોય છે. આ સુવિધા પહેલી જાન્યુઆરી 2025થી ઈપીએફઓની ચાલતી ઈન્ફર્મેશન એન્ડ ટેક્નોલૉજી યુક્ત સિસ્ટમના હિસ્સાના રૂપે શરૂ કરાશે. આગામી તબક્કામાં સીપીએસ આધારિત પેમેન્ટ સિસ્ટમમાં એક મહત્ત્વનો ફેરફાર લાવશે.
અગાઉ આ સમસ્યા હતી
મંત્રાલયના એક નિવેદનમાં કહેવાયું છે કે, નવી સિસ્ટમથી વર્તમાન પેન્શન વિતરણ પ્રક્રિયાથી મહત્ત્વપૂર્ણ ફેરફાર છે. જે હેઠળ ઈપીએફઓના દરેક પ્રાદેશિક અને ક્ષેત્રિય કાર્યાલયને માત્ર ત્રણ-ચાર બેંકોની સાથે જુદાજુદા કરાર કરવા પડતા હતા. આમાં કહેવાયું છે કે, હવે પેન્શનર્સને પેન્શન શરૂ થયાના સમયે ખરાઈ માટે બેંક શાખામાં જવાની જરૂર નહિ પડે અને ચુકવણી ચાલુ થયા પછી તરત જમા કરી દેવાશે. ત્યારબાદ ઈપીએફઓને આશા છે કે આ નવી સિસ્ટમથી પેન્શન વિતરણ ખર્ચમાં ઘટાડો આવશે.
Source link