WhatsApp યુઝર્સ માટે સરકારી એજન્સીની મોટી ચેતવણી, એક ભૂલ અને તમારું એકાઉન્ટ થઈ જશે હેક

by

Thenewsdk

Updated: 24-12-2025, 05.48 AM

Follow us:

WhatsApp Users Alert: સરકારી એજન્સી ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) એ WhatsApp યુઝર્સ માટે એક ગંભીર ચેતવણી જાહેર કરી છે. આ ચેતવણી એક નવા અને ઉચ્ચ જોખમવાળા સાઇબર ખતરાથી સંબંધિત છે, જેને Ghost Pairing Scam તરીકે ઓળખવામાં આવે છે.

CERT-In અનુસાર, સાયબર ગુનેગારો WhatsAppના Linked Devices ફીચરનો દુરુપયોગ કરી રહ્યા છે. આ સ્કેમમાં હેકર્સ કોઈપણ પ્રકારની ઓથેન્ટિકેશન પ્રક્રિયા વિના પેરિંગ કોડનો ઉપયોગ કરીને યુઝરના WhatsApp એકાઉન્ટ પર કબજો મેળવી શકે છે. એકવાર એકાઉન્ટ હાઇજેક થયા બાદ હેકર્સ રીઅલ-ટાઇમ ચેટ્સ વાંચી શકે છે અને વ્યક્તિગત માહિતી લીક થવાની શક્યતા વધી જાય છે.

  • આ રીતે થાય છે WhatsApp હેક

વોટ્સએપ હેકિંગ સામાન્ય રીતે એક સરળ મેસેજથી શરૂ થાય છે. યુઝરને કોઈ ઓળખીતાં સંપર્ક તરફથી “હાય, આ ફોટો જુઓ” એવો મેસેજ મળે છે. મેસેજમાં ફેસબુક જેવા પ્રીવ્યૂ સાથે એક લિંક હોય છે. લિંક પર ક્લિક કરતા યુઝરને મોબાઇલ નંબર દાખલ કરવા કહેવામાં આવે છે અને ત્યારબાદ એક ચકાસણી પ્રક્રિયા શરૂ થાય છે. CERT-In જણાવે છે કે આ પ્રક્રિયા દરમિયાન હેકર્સ પેરિંગ કોડ મેળવી WhatsApp એકાઉન્ટ હાઇજેક કરે છે.

  • યુઝર્સે શું ન કરવું?

જો કોઈ ઓળખીતો સંપર્ક પણ તમને આવી લિંક મોકલે અને મોબાઇલ નંબર દાખલ કરવા કહે, તો તરત સાવધાન થઈ જાવ. આવી કોઈ પણ લિંક પર નંબર વેરિફાય ન કરો, કારણ કે તે તમારા WhatsApp એકાઉન્ટ માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

  • Linked Devices ચેક કરવું કેમ જરૂરી છે?

WhatsAppના Settingsમાં ઉપલબ્ધ Linked Devices વિકલ્પ દ્વારા તમે જોઈ શકો છો કે તમારું એકાઉન્ટ કયા-કયા ડિવાઇસમાં લોગિન છે. જો કોઈ અજાણ્યું ડિવાઇસ દેખાય તો તરત લોગઆઉટ કરવું જરૂરી છે. આ સુવિધા Android અને iOS બંને યુઝર્સ માટે ઉપલબ્ધ છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.