બિહારમાં આવતા વર્ષે જ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ચૂંટણી રણનીતિકાર બનેલા નેતા પ્રશાંત કિશોરે નવી પાર્ટીની જાહેરાત કરી છે. તેઓ આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવશે. બિહારમાં 243 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડશે. આ પાર્ટીને લઇને પીકેએ જણાવ્યું કે પાર્ટી ઓછામાં ઓછી 40 વિધાનસભા બેઠકો પર મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતારશે. ત્યારે પ્રશાંત કિશોરના પરિવાર વિશે વાત કરીએ વિગતવાર.
જ્યારે પીએમ મોદી વર્ષ 2014માં પીએમ બન્યા તો એક બિનરાજકીય નામની સૌથી વધુ ચર્ચા થઈ હતી. આ નામ પ્રશાંત કિશોરનું નામ હતું. જેણે વડાપ્રધાન મોદીના ચૂંટણી પ્રચારની કેમ્પેઇનને ડિઝાઇન કર્યુ હતું. આ પછી પ્રશાંત કિશોરમાં સામાન્ય લોકો સિવાય રાજકીય પક્ષોનો રસ પણ વધ્યો. દરેક વ્યક્તિ તેના વિશે જાણવા માંગતી હતી. ઘણા ઓછા લોકો પ્રશાંત કિશોરના પારિવારિક જીવન વિશે.
પ્રશાંત કિશોરની ફેમિલીમાં કોણ કોણ ?
બિહારના રોહતાસ જિલ્લાના કોનાર ગામના રહેવાસી પ્રશાંત કિશોરે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેના પિતા સ્વર્ગસ્થ શ્રીકાંત પાંડે ડોક્ટર હતા. આથી જ્યાં તેમના પિતાની પોસ્ટિંગ થઇ ત્યાંની તેમણે સરકારી શાળાઓમાં ભણતર મેળવ્યું.
થોડા સમય પછી તેઓ પટના સાયન્સ કોલેજ ગયા. પછી હિંદુ કોલેજમાં એડમિશન લીધું. તેમની તબિયત સારી ન હોવાથી તેમણે અધવચ્ચે જ ભણતર છોડી દીધુ હતું, જો કે તેમણે ગ્રેજ્યુએશન
લખનૌમાંથી પુરુ કર્યું. ત્યારપછી તેઓ હૈદરાબાદ થઈને અમેરિકા, ભારત, દક્ષિણ આફ્રિકા અને પછી ભારત આવ્યા. પ્રશાંત કિશોરે જણાવ્યું કે તે દર બે વર્ષે અભ્યાસ છોડી દેતો હતો. 12મા પછી ત્રણ વર્ષ ભણવાનું છોડી દીધુ. પછી ગ્રેજ્યુએશન બાદ બે વર્ષ ભણવાનું છોડી દીધું. જો કે તેમને કોઈને કોઇ રીતે યુએનમાં નોકરી મળી ગઈ.
પ્રશાંત કિશોરના પત્ની કોણ છે ?
પ્રશાંત કિશોરની પત્ની જ્હાનવી દાસ આસામ રાજ્યના રહેવાસી છે. તેઓ વ્યવસાયે ડોક્ટર છે. યુએન હેલ્થ પ્રોગ્રામમાં સાથે કામ કરતી વખતે પ્રશાંત અને જ્હાન્વીની મુલાકાત થઈ હતી. આ મુલાકાત મિત્રતા અને પછી પ્રેમમાં ફેરવાઈ. થોડા સમય પછી લગ્ન કર્યા. તેમને એક પુત્ર પણ છે. જો કે હાલમાં જ્હાન્વીએ ડોક્ટરી છોડી દીધી છે તેઓ બિહારમાં પ્રશાંત કિશોર અને પુત્ર સાથે રહે છે. પ્રશાંત કિશોરે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે વર્ષ 2018માં માતાનું નિધન થયુ જે બાદ બાકીના ભાઇ બહેનો દિલ્હીમાં રહે છે. બિહારમાં તેમના પરિવારમાંથી કોઇ નથી.
પ્રશાંત કિશોર પ્રખર ચૂંટણી રણનીતિકાર
- 2014માં પીએમ મોદીની સરકાર બન્યા બાદ 2015માં પ્રશાંત કિશોરે ઈન્ડિયન પોલિટિકલ એક્શન કમિટી (I-PAC)ના પોતાના સાથીઓ સાથે મળીને બિહારના તત્કાલિન મુખ્યમંત્રીના ચૂંટણી પ્રચાર અને રણનીતિની જવાબદારી સંભાળી હતી. તેમણે ‘નીતીશનો સંકલ્પઃ વિકાસની ગેરંટી’ ના સૂત્ર સાથે સીએમની સાત પ્રતિબદ્ધતાઓને લોકો સુધી પહોંચાડી. બિહાર ચૂંટણી જીત્યા બાદ નીતિશે પ્રશાંત કિશોરને પોતાના સલાહકાર બનાવ્યા.
- 2016માં કોંગ્રેસે પંજાબ વિધાનસભામાં ચૂંટણીની રણનીતિ તૈયાર કરવા માટે પ્રશાંત કિશોરની નિમણૂક કરી હતી. સતત બે વાર હાર્યા પછી, કોંગ્રેસ પ્રશાંત કિશોરની વ્યૂહરચના સાથે ચૂંટણી લડીને 2017 માં પંજાબમાં સત્તામાં પાછી આવી. કોંગ્રેસે કિશોરને 2017ની યુપી ચૂંટણી માટે નિયુક્ત કર્યા હતા, પરંતુ તેમને અહીં સફળતા મળી ન હતી.
- પ્રશાંતે કિશોરને મે 2017 માં વાયએસ જગનમોહન રેડ્ડીએ તેમના રાજકીય સલાહકાર બનાવ્યા. તેમણે રેડ્ડી માટે શ્રેણીબદ્ધ ચૂંટણી ઝુંબેશની રચના કરી અને YSRCP 175માંથી 151 બેઠકો જીતીને સત્તામાં પાછી આવી.
- કિશોર 2020ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ચૂંટણી રણનીતિકાર હતા. આદમી પાર્ટી ચૂંટણીમાં જંગી બહુમતી સાથે 70માંથી 62 બેઠકો જીતવામાં સફળ રહી હતી. જ્યારે કિશોરને 2021ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે તૃણમૂલ કોંગ્રેસના સલાહકાર બનાવવામાં આવ્યા હતા, ત્યારે તેમની સફળ વ્યૂહરચનાથી મમતા બેનર્જીને 294માંથી 213 બેઠકો પર જંગી જીત અપાવી હતી. વર્ષ 2021માં તેઓ ડીએમકેના વડા એમકે સ્ટાલિનના વ્યૂહરચનાકાર હતા. તેમના સંચાલન હેઠળ, ડીએમકેએ 159 બેઠકો સાથે ચૂંટણી જીતી અને સ્ટાલિન પ્રથમ વખત તમિલનાડુના મુખ્ય પ્રધાન બન્યા.
Source link