ટાઈગર શ્રોફની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘બાગી-4’ સમાચારોમાં રહે છે. હવે વર્ષ 2021માં મિસ યુનિવર્સ બનેલી હરનાઝ કૌર સંધુ પણ ‘બાગી-4’માં જોવા મળશે. તાજેતરમાં, નિર્માતાઓએ પણ ફ્લ્મિમાં સોનમ બાજવા અને સંજય દત્તની એન્ટ્રીની પુષ્ટિ કરી હતી.મિસ યુનિવર્સ હરનાઝ સંધુ ‘બાગી-4’ થી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે.
આ ફિલ્મને સાજિદ નડિયાદવાલા પ્રોડયૂસ કરી રહ્યા છે. ફિલ્મના નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને હરનાઝની એન્ટ્રીની પુષ્ટિ કરી છે. પોસ્ટ શેર કરતી વખતે, ટીમે કેપ્શનમાં લખ્યું છે -‘મિસ યુનિવર્સથી લઈને બાગી યુનિવર્સ સુધી, હરનાઝ કૌરનું સ્વાગત છે. ટીમે હરનાઝને રિબેલ લેડી તરીકે પણ નામ આપ્યું છે.હરનાઝ સંધુ અગાઉ વર્ષ 2022માં રિલીઝ થયેલી પંજાબી ફિલ્મ ‘બાઈ જી કુત્તંગે’ અને વર્ષ 2023માં યારાં દીયાં પૌં બરન’માં જોવા મળી હતી. સોનમ બાજવા એ. હર્ષના નિર્દેશનમાં બની રહેલી ‘બાગી-4’માં પણ જોવા મળશે. ટાઈગર શ્રોફે પોતે તાજેતરમાં સોનમ બાજવાની તસવીર સોશિયલ મીડિયા પ્લેટફેર્મ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ફોટો શેર કરતા તેણે લખ્યું -‘રિબેલ ફેમિલીમાં આપનું સ્વાગત છે, હું ‘બાગી-4’માં સોનમની એન્ટ્રીને લઈને ખૂબ જ ઉત્સાહિત છું.’ સોનમ બાજવા પહેલા મેકર્સે ફિલ્મમાં સંજય દત્તની એન્ટ્રી ઓફિશિયલ કરી હતી. અભિનેતાએ પોતે ફ્લ્મિનું બીજું પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. જેમાં તે ખૂબ જ ખતરનાક રોલમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં અભિનેતા વિલનની ભૂમિકામાં જોવા મળશે.’બાગી-4’નું પહેલું પોસ્ટર મેકર્સ દ્વારા 18 નવેમ્બરે રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં ટાઇગર શ્રોફ્ વિકરાળ સ્વરૂપમાં જોવા મળ્યો હતો.
Source link