અમદાવાદમાં બોપલ વિદ્યાર્થી હત્યા કેસમાં આરોપી વિરેન્દ્રસિંહ પઢેરીયાના 10 દિવસના રિમાંડ મંજૂર થયા છે.કોર્ટે 25 નવેમ્બર સુધીના રિમાંડ આપ્યા છે,સરકારી વકીલે કોર્ટમાં રજૂઆત કરી કે,આરોપીની કસ્ટડી અને પૂછપરછ જરૂરી છે,તો આરોપી કાયદાનો જાણકાર હોવા છતાં કૃત્ય કર્યું છે.હત્યા કેમ કરી તેનું કારણ જાણવું જરૂરી છે,આવા અલગ અલગ 10 મુદ્દાઓ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા તો પોલીસે 14 દિવસના રિમાંડની માંગણી કરી હતી તો કોર્ટે 10 દિવસના રિમાંડ કર્યા મંજૂર.આરોપીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
જાણો આરોપીના વકીલે શું કહ્યું
આ સમગ્ર કેસમાં સરકારી વકીલની દલીલ પૂર્ણ થઈ ગયા બાદ આરોપીના વકીલે દલીલો શરૂ કરી હતી,આરોપીના વકીલે કહ્યું કે,આરોપીનો મીડિયા ટ્રાયલ ચાલે છે,બે દિવસથી કસ્ટડીમાં છે તેથી પૂછપરછની જરૂર નહીં,આરોપી તપાસમાં સહકાર આપે છે તો પોલીસ ખોટી રીતે રિમાંડની માંગ કરી રહી છે.બે છરીમાંથી એક છરી નો ઉપયોગ કરી હત્યા કરી છે,રિમાંડ અરજી પર બન્ને પક્ષોની સુનાવણી પૂર્ણ થઈ છે અને ટૂંક સમયમાં કોર્ટ ઓર્ડર પણ કરશે.
ગર્લફ્રેન્ડની પણ થઈ શકે છે પૂછપરછ
આ સમગ્ર કેસમાં પંજાબમાં રહેલી ગર્લફ્રેન્ડની પણ પૂછપરછ થઈ શકે છે,જેમ જેમ ક્રાઈમ બ્રાન્ચ આરોપી વિરેન્દ્રસિંહની પૂછપરછ કરતી રહી તેમ તેમ નવા ખુલાસાઓ થઈ રહ્યાં છે,ત્યારે આ કેસમાં હજી પણ ખુલાસા થઈ શકે છે,દિનેશ ઉર્ફે ડીકે ઝડપાય તો પોલીસને આખા કેસની છબી અરીસા સામે આવી શકે તેવી હાલત છે,પરંતુ પોલીસે હજી દિનેશ ઉર્ફે ડીકેને ઝડપ્યો નથી.આરોપીની તપાસમાં સામે એ પણ આવ્યું છે કે તે ધર્મશાળામાં આરામ કરીને તેની ગર્લફ્રેન્ડ સાથે લંચ કરવા પણ જવાનો હતો.
જાણો શું હતો કેસ
બોપલમાં રવિવારે રાત્રે સામાન્ય બાબતે એક વિદ્યાર્થીને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. માઈકામાં અભ્યાસ કરતા 2 વિદ્યાર્થી બુલેટ લઈને જઈ રહ્યા હતા તે સમયે બાઈક ક્રોસ કરવા જઈ રહ્યા હતા ત્યારે ગાડી નજીક આવી ગઈ હતી અને ત્યારબાદ બંને વચ્ચે તકરાર થઈ હતી. મહત્વનું છે કે, મામલો પતી ગયા છતાં કાર ચાલકે બાઈકનો પીછો કર્યો હતો અને કાર ચાલકે ઝઘડો કરી ચપ્પુ વડે હુમલો કર્યો હતો.
Source link