GUJARAT

Botad: યૂ-ટયૂબ જોઈને ટ્રેન ઊથલાવવાનો પ્રયાસ કરનારા બે ઝડપાયા

આર્થિક તંગીમાં હોવાને કારણે પાંચ દિવસ પહેલાં બોટાદ જિલ્લાના કુંડલી ગામ નજીક રેલવે ટ્રેક પર પાટાની વચ્ચે ચાર ફૂટનો લોખંડનો ટુકડો ઊભો કરી ઓખા – ભાવનગર ટ્રેન ઊથલાવવાનું ષડયંત્ર રચાયુ હતુ. જેમા બોટાદ જિલ્લા પોલીસે અળવ ગામના બે શખસોને ઝડપી પાડયા હતા. આ બન્ને શખસોએ આર્થિક ભીંસમા આવી ગયા હતા.

આથી તેઓ યૂ-ટયૂબ ઉપર વીડિયો જોઈને ષડયંત્ર રચ્યુ હતુ.ટ્રેન ઊથલાવી મુસાફરોને લૂંટી લેવાનો પ્લાન ઘડયો હતો. પરંતુ દુર્ઘટના ટળી ગઈ હતી. આ ઘટનામાં રમેશ ઉર્ફે રમુડીયો સલીયા (ઉવ- 55) અને જયેશ ઉર્ફે જલો બાવળીયા (ઉ.વ.24) નામના શખ્સોને ઝડપી તેમની પાસેથી પોલીસે 3 મોબાલઈ કબ્જે કર્યા હતા. બોટાદ જિલ્લામાં 25 સપ્ટેમ્બર ના રાત્રીના 2/59 વાગ્યા દરમ્યાન કુંડલી થી બોટાદ જવાના રેલ્વે ટ્રેક ઉપર કુંડલી ગામની સીમમાં કુંડલી રેલ્વે સ્ટેશનથી બોટાદ રેલ્વે સ્ટેશન વચ્ચે રેલ્વે ટ્રેક ઉપર કોઇ અજાણ્યા શખ્સોએ રેલ્વે લાઇનના બે પાટા વચ્ચે મીટર ગેજની જૂની રેલવે લાઇનનો એક કટકો ખાડો કરીને ત્રાંસો મુકી દિધો હતો. ઓખા – ભાવનગર ટ્રેન નં -19210 ને અવરોધરૂપ થાય્આ ગુન્હો શોધી કાઢવામાં ( NIA ) , A.T.S.અમદાવાદ તેમજ રેલ્વે પ્રોટેકશન ફેર્સ પણ જોડાયા હતા. આ ટીમો દ્વારા રમેશ સલીયા અને જયેશ બાવળીયા નામના બે શખ્સો શંકાના દાયરામાં આવી ગયા હતા. ગુન્હાની કબુલાત કરતાં જણાવેલ કે અગાઉ પોતાના મોબાઇલમાં યૂ-ટયૂબ ઉપર રેલ્વે ટ્રેન ઉંધી પડી ગયેલ અને ટ્રેનના ડબાઓ આડા પડી ગયેલ તેના વિડીયો જોયા હતા. દેવુ ભરપાઇ કરવા સારૂ બંન્નેએ સાથે મળીને ટ્રેન ઉંધી નાખીને પેસેન્જરોને લૂટવાનું કાવતરું રચ્યું હતું.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button