BUSINESS

Budget 2025: ગિફ્ટી સિટી માટે લાભદાયી બજેટ, ચેરમેન તપન રેની પ્રતિક્રિયા

આજે લોકસભામાં મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવ્યું. કેન્દ્રીય બજેટ 2025-26 અંગે ગિફ્ટ સિટીના એમડી અને ગ્રુપ સીઈઓ તપન રે એ પ્રતિક્રિયા આપી. સીઈઓ તપન રે જણાવ્યું કે આજનું બજેટ દરેક સેક્ટર માટે લાભદાયી છે. સરકારે ખેડૂતથી લઈને સામાન્ય માણસ અને ઉદ્યોગ સાહસિકો તમામને ધ્યાનમાં રાખી મહત્વના ફેરફાર કર્યા. આજનું બજેટ દરેક ભારતીયના સપનું પુરૂ કરવા માટેનું બજેટ છે.

મોદી સરકાર શાસનના 2025ના પૂર્ણ બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રકચર અને મેન્યુફેકચરિંગ સેક્ટરને લઈને મોટી ઘોષણા કરવામાં આવી. જે અંતર્ગત ઈન્ફ્રા ડેવલપમેન્ટ માટે રાજ્ય વ્યાજ વગર 1.5 લાખ કરોડ રૂપિયા સુધીનો લોન અપાશે તેવી જાહેરાત કરાઈ. કેન્દ્ર સરકાર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા મહત્વના નિર્ણય લઈ રહી છે ત્યારે આજે ઇન્ફ્રાસ્ટ્રકચર અને મેન્યુફેકચરિંગને લઈને કરવામાં આવેલ ઘોષણાની ગિફટ સિટીના વેપારીઓએ પ્રશંસા કરી.

ગ્લોબલ ફાઇનાન્શિયલ હબ

કેન્દ્રીય બજેટ 2025 ગિફ્ટ સિટી આઈએફએસસીને ગ્લોબલ ફાઇનાન્શિયલ હબ બનાવવા માટેની સરકારની કટીબદ્ધતાને મજબૂતાઇથી દર્શાવે છે. સૂચિત કરવેરા પ્રોત્સાહનો અને નિયમનકારી સરળતાઓ વૈશ્વિક રોકાણકારો, ફંડ મેનેજર્સ અને વ્યવસાયોને આકર્ષશે, જેનાથી ભારતની ફાઇનાન્શિયલ ઇકોસિસ્ટમ મજબૂત બનશે. આ પગલાંથી ગિફ્ટ સિટી વૈશ્વિક નાણાંકીય ક્ષેત્રે સ્પર્ધાત્મક અને વ્યવસાયો માટેના અનુકૂળ સ્થળ બનવા માટે સજ્જ છે. તે આંતરરાષ્ટ્રીય ફાઇનાન્શિયલ સર્વિસીઝ ક્ષેત્રમાં ભારતના વિકાસને આગળ લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

પીએમ મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહીત સામાન્ય લોકો પણ આજના બજેટની પ્રશંસા કરી રહ્યા છે. આજના બજેટને વિકસિત ભારતનું બજેટ માનવામાં આવે છે. બજેટ 2025થી દેશમાં મોટું પરિવર્તન આવશે અને આજના બજેટમાં રોજગારના દરેક ક્ષેત્રને પ્રાથમિકતા અપાઈ હોવાનું નિષ્ણાતો માને છે. દરેક ભારતીયનું સપનું પુરૂ કરવા માટેનું આ બજેટ છે,ટેક્સ રાહતમાં આવક મર્યાદામાં વધારો કરતાં આ બજેટથી બચત અને રોકાણ થશે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી.

બજેટની કરી પ્રશંસા

CM ભૂપેન્દ્ર પટેલે બજેટના વખાણ કરતાં પીએમ મોદી અને નિર્મલા સીતારમણનો આભાર માન્યો.ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી કહ્યું કે 2025ના બજેટમાં નોકરીયાત વર્ગ અને મધ્યમવર્ગને લક્ષ્યમાં રાખી મોટી રાહત આપવામાં આવી. વાર્ષિક 12 લાખ આવક સુધી કોઈ ટેક્સ નહીં વસૂલવાની જાહેરાતને સૌથી મોટી ગણાવતા મધ્યમવર્ગ સેવિંગ્સ કરી શકશે તેમ જણાવ્યું.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button