
પ્રખ્યાત બ્રિટિશ મ્યુઝિક બેન્ડ કોલ્ડપ્લેનો કોન્સર્ટ ગુજરાતના અમદાવાદ શહેરમાં યોજાયો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25 અને 26 જાન્યુઆરીએ આ કોન્સર્ટ યોજાયો હતો જેમાં લાખોની સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. આ કોન્સર્ટમાં ક્રિકેટ સ્ટાર જસપ્રીત બુમરાહ, ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત જાણીતા ચહેરાઓ પણ જોવા મળ્યા હતા. ત્યારે 26 જાન્યુઆરીએ થયેલા એક કોન્સર્ટનો વીડિયો વાયરલ થયો છે. જેમાં ક્રિસ માર્ટીન ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહના જબરદસ્ત વખાણ કર્યા હતા.
કોલ્ડ પ્લે કોન્સર્ટમાં જસપ્રીત બુમરાહ
મ્યુઝિક બેન્ડ લગભગ એક લાખ દર્શકોની ભીડમાં એક ખાસ વ્યક્તિ માટે પણ દિવાના હતા અને તે હતા ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ. ત્યારે કોલ્ડ પ્લેમાં જસપ્રીત બુમરાહની હાજરીને લઇને ક્રિસ માર્ટીને એક ખાસ ગીત પણ ગાયું. મહત્વનુ છે કે પીઠની ઇજાને કારણે હાલમાં ભારતીય ટીમની બહાર રહેલા બુમરાહ કોન્સર્ટમાં ખૂબ જ મસ્તી કરતા જોવા મળ્યા હતા. કોલ્ડપ્લેના મુખ્ય ગાયક ક્રિસ માર્ટિને જ્યારે સ્ટેજ પરથી બુમરાહ માટે સંબોધન કર્યુ ત્યારે હાજર સૌ કોઇએ બુમરાહનું નામ પડતા જ આખુ સ્ટેડિયમ ગુંજી ઉઠ્યું હતું.
લાઇવ કોન્સર્ટમાં જસપ્રીતના કર્યા વખાણ
બ્રિટિશ બેન્ડે ભારતીય ફાસ્ટ બોલરને સમર્પિત બે પંક્તિઓ ગાઈને તેમને અવિશ્વસનીય સન્માન આપ્યું હતું.. જસપ્રીતે ઇંગ્લેન્ડને બરાબર મેચમાં જે બરાબરના ધોયા છે તે જોવાની અમને સ્હેજ પણ મજા ન આવી અમે કહેતા જ હાસ્યનું મોજુ ફરી વળ્યુ હતું. ક્રિસ માર્ટીને સ્ટેજ પરથી સંબોધ્યુ કે “ઓ જસપ્રીત બુમરાહ, માય બ્યુટિફુલ બ્રધર. ક્રિકેટનો શ્રેષ્ઠ બોલર. અમને તમને ઇંગ્લેન્ડની વિકેટ પર વિકેટ લેતા જોવાની સ્હેજ પણ મજા ન આવી. ” આ પછી તરત જ, એક વીડિયો પણ પ્લે કરવામાં આવ્યો હતો કે જેમાં બુમરાહ ઈંગ્લેન્ડના બેટ્સમેનોના સ્ટમ્પ ઉડાડી રહ્યો હતો. આ વીડિયો પ્લે થયા બાદ બુમરાહ-બુમરાહના નારા લાગ્યા હતા. આ દરમિયાન ભારતીય સ્ટાર ફાસ્ટ બોલર પણ પોતાને હસતા રોકી શક્યો ન હતો.
જસપ્રીત બુમરાહ પ્રત્યે વ્યક્ત કર્યુ સન્માન
કોલ્ડપ્લેએ અમદાવાદમાં તેના હોમ ગ્રાઉન્ડ પર બુમરાહના સન્માનમાં સ્ટેજ પર તેની સહી કરેલી ટેસ્ટ જર્સી પણ પ્રદર્શિત કરી હતી. ભારતમાં કોલ્ડપ્લેએ તેમના કોન્સર્ટમાં બુમરાહનો ઉલ્લેખ કર્યો હોય તેવું આ પહેલી વાર નહોતું. અગાઉ મુંબઈ શો દરમિયાન, બેન્ડે 2024 ની ટેસ્ટ શ્રેણીમાં ઈંગ્લેન્ડની બેટિંગ લાઇન-અપમાં બુમરાહનો દોડતો વીડિયો પ્લે કર્યો હતો. આ જ શોમાં જ ક્રિસ માર્ટિને મજાકમાં કહ્યું હતું કે કોન્સર્ટ દરમિયાન બુમરાહના વકીલો દ્વારા બેન્ડને તેના નામનો ઉપયોગ કરવા બદલ કાનૂની નોટિસ મળી હતી. માર્ટિને કાલ્પનિક પત્ર મોટેથી વાંચ્યો હતો.
“મને ખૂબ જ દુઃખ છે, પણ મારે જસપ્રીત બુમરાહના વકીલનો પત્ર વાંચવો પડશે. મારે આ કરવું પડશે કારણ કે, નહીં તો અમને જેલમાં મોકલી દેવાશે અને અમે અમદાવાદમાં પરફોર્મ કરી શકીશું નહીં. રવિવારનો શો હોટસ્ટાર પર લાઇવ-સ્ટ્રીમ કરવામાં આવ્યો હતો. ટીવી પર બુમરાહને લાઇવ જોયા પછી ભારતીય ક્રિકેટ ચાહકો સ્તબ્ધ થઈ ગયા હતા.