BUSINESS

Business: બજેટ રજૂ થયાના દિવસે નિફ્ટીમાં બે-ટકાની મર્યાદામાં વધઘટ જોવા મળી છે

  • છેલ્લા 13 વર્ષમાં બજેટના દિવસે સૂચકાંકમાં જોવા મળેલી વધઘટનું રસપ્રદ વિશ્લેષણ
  • 2022માં બજેટના દિવસે છેલ્લા 13 વર્ષનો સૌથી મોટો 4.70 ટકાનો ઉછાળો
  •  2021માં સૌથી મોટી 2.50 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો

હાલમાં ભારતીય શેરબજારના સુચકાંકો વિક્રમી ટોચે છે અને કેન્દ્ર સરકાર દ્રારા 23મી જુલાઇએ બજેટ રજૂ કરવામાં આવે તેને આડે હવે સાત જ દિવસ રહ્યા છે

ત્યારે બજારના ખેલાડીઓ અને વિશ્લેષકો શેરબજારમાં થતી હિલચાલ પર બારીકાઇથી નજર રાખી રહ્યા છે. આવા સંજોગોમાં છેલ્લા 13 વર્ષના ડેટા પર નજર કરીએ તો આ તેર વર્ષમાંથી બાર વર્ષમાં બજેટ રજૂ કરવામાં આવ્યું ત્યારે નિફ્ટીમાં 2 ટકાની મર્યાદામાં વધારો કે ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે 2022ના વર્ષમાં બજેટ રજૂ કરવામાં આવ્યું એ દિવસે નિફ્ટીમાં સૌથી મોટો 4.70 ટકાનો ઉછાળો નોંધાયો હતો. એના એક જ વર્ષ પહેલા એટલે કે 2021માં બજેટ રજૂ થયું એ દિવસે નિફ્ટી સૌથી વધુ એટલે કે 2.50 ટકા ઘટયો હતો. આ તેર વર્ષમાં બજેટ રજૂ થયું એ દિવસે નિફ્ટીમાં થયેલા ફેરફારની સરેરાશ 0.22 ટકાનો વધારો છે. આ વર્ષે બજેટ રજૂ થશે તે પછી બજારની હિલચાલ કેવી રહેશે એ અંગે વાત કરતાં નિષ્ણાતો જણાવે છે કે એકદંરે એનડીએ સરકારની નીતિ શેરબજાર માટે પ્રોત્સાહક રહી છે અને હવે હાલની સરકાર સ્થિર સરકાર છે એ સ્પષ્ટ થઇ ચુક્યું હોવાથી બજારમાં ગભરાહટનો માહોલ નથી, પરંતુ આ ફેકટરને બજારે ડિસ્કાઉન્ટ કરી દીધું છે, એટલે બજેટ અંતર્ગત જે નવી જાહેરાતો કરવામાં આવે છે તેના આધારે બજારની ચાલ નક્કી થશે. જે ક્ષેત્રો માટે બજેટ અંતર્ગત પ્રોત્સાહક જાહેરાતો હશે તે ક્ષેત્રોના શેરોમાં તેજીનો ચમકારો જોવા મળી શકે છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button