2024નું વર્ષ બજારમાં ઉથલ-પાથલ અને નિરાશા સાથે સમાપ્ત થયું. આ વર્ષ દરમિયાન વિવિધ આર્થિક મોરચે ભારતની થયેલી પીછેહટ ચિંતાજનક બાબત છે. ફોરેન રિઝર્વમાં ઘટાડો, નિકાસ સામે આયાતમાં વધારો, રૂપિયાનું અવમૂલ્યન, ઈક્વિટી માર્કેટના પ્રદર્શને ચિંતા વધારી છે.
વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો અને ડોલર સામે રૂપિયાનું મૂલ્ય આર્થિક વૃદ્ધિની દ્રષ્ટિએ ગંભીર ચિંતાના વિષય છે. છેલ્લા ઘણાં સમયથી લોકોની આવકમાં કોઈ વધારો થતો જણાયો નથી. જ્યારે તેની સરખામણીમાં મોંઘવારી નોંધપાત્ર રીતે વધી છે. દેખીતી રીતે, આ કારણે ઉપભોક્તા ખર્ચમાં ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં સ્વાભાવિક રીતે જ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)નો દર નીચે ગયો છે, એમ બજાર નિષ્ણાતે એક અહેવાલમાં જણાવ્યું હતું. ડોલર સામે રૂપિયાનો વિનિમય દર લાંબા સમયથી નીચે તરફના વલણમાં છે. હવે વિદેશી મુદ્રા ભંડારમાં પણ ઝડપથી ઘટાડો થવા લાગ્યો છે. ગયા સપ્તાહમાં શુક્રવારે 8.48 અબજ ડોલરની ખાદ્ય નોંધાઈ હતી. 2008ની પછીનો આ સૌથી મોટો ઘટાડો છે. અગાઉના સપ્તાહમાં પણ 1.99 અબજ ડોલરનો ઘટાડો નોંધાયો હતો. સપ્ટેમ્બરમાં વિદેશી મુદ્રા ભંડાર વધીને 704.88 અબજ ડોલરના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો હતો. પરંતુ તે પછી તેમાં સતત ઘટાડો થયો છે. હવે ફોરેન એક્સચેન્જ રિઝર્વ ઘટીને 644.87 અબજ ડોલર થઈ ગયું છે. જો કે આ સ્તરને અત્યારે ચિંતાજનક ગણી શકાય નહીં. પરંતુ જે રીતે તેમાં સતત ઘટાડો થઈ રહ્યો છે તે અર્થતંત્ર માટે ચિંતાનો વિષય છે. ફોરેન રિઝર્વ ઘટવાનો અર્થ એ છે કે, અપેક્ષિત વિદેશી રોકાણ આવી રહ્યું નથી. તેનું કારણ પણ સ્પષ્ટ છે. અમેરિકન ડોલર સતત મજબૂત થઈ રહ્યો છે. જેના કારણે વિદેશી રોકાણકારોએ ભારતમાંથી તેમનું રોકાણ પરત ખેંચવાનું શરૂ કરી દીધુ છે.
ભારતની વેપાર ખાદ્યમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. નિકાસ પર ભાર મૂકવા છતાં તેમાં સુધારાના સંકેતો દેખાતા નથી. આયાત સતત વધી રહી છે. તેની સીધી અસર સ્થાનિક ઉત્પાદન અને બજાર પર પડી રહી છે. છેલ્લા કેટલાક કવાર્ટરથી મેન્યુફેકચરિંગ સેક્ટર સંકોચાઈ ગયું છે. તમામ મહત્વના ક્ષેત્રમાં ઔદ્યોગિક ઉત્પાદન ઘટયું છે.
Source link