Business: બ્લિન્કિટ, સ્વિગી ઈન્સ્ટામાર્ટ, ઝેપ્ટોની અયોગ્ય વેપાર પ્રથાને કારણે ત્રણ કરોડ કિરાણા
કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (સીએઆઈટી)એ આરોપ લગાવ્યો હતો કે, ભારતમાં ક્વિક કોમર્સ કંપનીઓ દ્વારા ઘણાં બધાં ઘરેલૂં કાયદાઓનું ઉલ્લંધન કરવામાં આવે છે.
જે કાયદાઓનું ઉલ્લંધન કરવામાં આવે છે, તેમાં ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ) નિયમો, કોમ્પિટિશન એક્ટ અને કન્ઝયૂમર પ્રોટેક્શન એક્ટનો સમાવેશ થાય છે. ક્વિક કોમર્સ કંપનીઓ અયોગ્ય બિઝનેસ પ્રથાનો ઉપયોગ કરી છૂટક વિક્રેતાઓ, કિરાણા બજારો, કિરાણાના નાના દુકાનદારોને બજારની બહાર ધકેલી રહી છે. વ્હાઈટ પેપરમાં આ ટ્રેડ બોડીએ દાવો કર્યો હતો કે, ભારતના ટોચના ત્રણ ક્વિક કોમર્સ પ્લેટફોર્મ્સ ઝોમેટો બ્લિનકિટ, સ્વિગી ઈન્સ્ટામાર્ટ અને ઝેપ્ટો દ્વારા રૂ.54,000 કરોડથી વધુનું એફડીઆઈ ફંડ પ્રાપ્ત કરવામાં આવ્યું હતું. જેમાંથી માત્ર રૂ.1,300 કરોડ અથવા કુલ ફંડના 2.5 ટકાનો જ વાસ્તવિક સંપત્તિના સર્જન માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. જ્યારે બાકીની 50 ટકા રકમનો ઉપયોગ આ ક્વિક ફર્મ્સને થતાં બિઝનેસ નુકસાનની ભરપાઈ માટે ઉપયોગ કરવામાં આવ્યો હોઈ શકે છે, તેવો અંદાજ છે. કેમ કે, તર્કસંગત ન હોય તેવા ભાવોને કારણે કંપનીઓને નુકસાન થયાનું માનવામાં આવે છે. જે ખોટ આવા ફંડથી પૂરવામાં આવે છે. આ પ્રકારની વૃત્તિ એફડીઆઈ નિયમોના ઉલ્લંધન સમાન છે. કેમ કે, નિયમ મુજબ, આવા ફંડનો હેતુ અસ્કયામતો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ દ્વારા લાંબા ગાળાની વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો છે.
સીએઆઈટીના સચિવે જણાવ્યું હતું કે, અમે આ શ્વેતપત્રની નકલ કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા, કન્ઝયૂમર અફેર્સ મંત્રાલય અને તમામ રાજયોના મુખ્યમંત્રીઓને આપીશું. કેમ કે, રિટેલ વેપાર રાજયનો વિષય છે. વધુમાં આ પ્લેટફોર્મ્સ પ્રિફર્ડ સેલર્સની સાંઠગાંઠ જેવી અયોગ્ય બિઝનેસ પ્રથાનો ઉપયોગ કરીને એફડીઆઈના નિયમો અને કાયદાનું ઉલ્લંધન કરે છે. એફડીઆઈના નિયમો વિદેશી સમર્થિત બજારોને ઈન્વેન્ટરીને નિયંત્રિત કરવા અથવા રાખવા માટે સ્પષ્ટરૂપે સમજ આપે છે. સીએઆઈટીના અનુસાર, બ્લિનકિટ પાંચ મુખ્ય વિક્રેતાઓ દ્વારા કામ કરે છે. જેમાં કેમેક્સેલ ઈકોમર્સ, ટીએએમએસ ગ્લોબલ, સુપરવેલ કોમટ્રેડનો સમાવેશ થાય છે. સ્વિગી ઈન્સ્ટામાર્ટ પીવાયડી રિટેલ, ભગવતી સ્ટોર્સ, ગેટમેક્સ ગ્લોબ, ફોક્લો ટેકનોલોજીસ પર આધાર રાખે છે. તેમજ ઝેપ્ટો ઈન્વેન્ટરી આધારિત ઈ-કોમર્સ એન્ટિટી તરીકે ઉત્પાદનોની સીધી સપ્લાય કરીને થર્ડ પાર્ટી વિક્રેતાઓને સંપૂર્ણપણે બાયપાસ કરે છે. શ્વેતપત્રમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, આ પ્લેટફોર્મ્સે તેમના પસંદગીના વિક્રેતાઓ સાથે વર્ટિકલ કરારો કર્યા છે, આમ ઉત્પાદન, પુરવઠા, સંગ્રહ, વિતરણ અને કિંમતના દરેક પાસાને નિયંત્રિત કરવામાં આવે છે. જે સ્વતંત્ર વિક્રેતાઓ માટે બજાર એક્સેસને મર્યાદિત કરે છે. ખરીદીના ભાવને પ્રભાવિત કરે છે. તેમજ ગ્રાહકનો વિકલ્પોને પ્રતિબંધિત કરે છે.
વધુમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આ પ્લેટફોર્મ પારદર્શક રીતે ગ્રાહકોને વેચાણકર્તાઓ વિશેની માહિતી આપવામાં નિષ્ફળ રહીને ગ્રાહક સુરક્ષા કાયદાનો ભંગ કરી કરે છે. ટ્રેડ બોડીએ જણાવ્યું હતું કે, આવી અયોગ્ય બિઝનેસ પ્રથાઓ ત્રણ કરોડ કિરાણા રિટેલરોની આજીવિકાને જોખમમાં મૂકે છે. જેમાંથી ચોથા ભાગના લોકો દુકાન બંધ કરવા દબાણ અનુભવે છે. આ અહેવાલ વચ્ચે એવું પણ જાળવા મળ્યું છે કે, નિયમનકારો ઝડપી કોમર્સ પ્લેટફોર્મ્સની ચકાસણીનો વ્યાપ વધારી રહ્યાં છે. ગત મંગળવારે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથિરિટી ઓફ ઈન્ડિયાએ ઈ-કોમર્સ અને ક્વિક કોમર્સ ફૂડ બિઝનેસ ઓપરેટરોને તાકીદ કરી હતી કે, તેઓ ગ્રાહકોને ડિલિવરી સમયે ઉત્પાદનોની સમાપ્તિના 30 ટકા અથવા 45 દિવસની લઘુત્તમ શેલ્ફ લાઈફ સુનિિૃત કરે. ગત મહિને સેન્ટ્રલ કન્ઝયૂમર પ્રોટેક્શન ઓથોરિટીએ પણ ક્વિક અને ઈ-કોમર્સ કંપનીઓને એમઆરપી અને તેમના પ્લેટફોર્મ પર નાશ પામેલા માલ માટે બેસ્ટ બિફોર તારીખો દર્શાવીને નિયમોનું ઉલ્લંધન કરવા બદલ લીગલ મેટ્રોલોજી પેકેજ્ડ કોમોડિટી રૂલ્સ 2017 હેઠળ નોટિસ ફટકારી હતી.
આજે ગુરુ નાનક જયંતી : શેરબજાર બંધ રહેશે ।
શુક્રવારે ગુરુ નાનક જયંતિ હોવાથી બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ એનએસઈ) ખાતે રજા પાળવામાં આવશે. 15મી નવેમ્બરે બજાર બંધ રહેશે. 15મી નવેમ્બર બાદ 20મી નવેમ્બરના રોજ પણ સ્ટોક માર્કેટ બંધ રહેશે. 20મી નવેમ્બરે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી હોવાથી આ દિવસે બજાર બંધ રહેશે, એવું એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.
Source link