BUSINESS

Business: સોશિયલ મીડિયા થકી EDને હવાલાના કેસો પકડી પાડવામાં મળતી મદદ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) માત્ર અન્ય એજન્સીઓની માહિતી પર રાખતું નથી પરંતુ અપરાધીઓને ટ્રેક કરવા માટે સોશિયલ મીડિયા અને અન્ય ચેનલો પર પણ નજીકથી નજર રાખી રહ્યું છે.

તાજેતરમાં જ્યારે એજન્સીના અધિકારીઓને સોશિયલ મીડિયા પર ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાબાજી માટે લોકોને લલચાવતી પોસ્ટ્સ મળી ત્યારે તેઓએ એકાઉન્ટ ખોલવાનું નક્કી કર્યું અને પૈસા જમા કરાવ્યા. પેમેન્ટ ગેટેવની માહિતીનો ઉપયોગ કરીને તેઓ 50થી વધુ શેલ કંપનીઓને ટ્રેક કરવામાં સક્ષમ રહ્યાં, જેનો હેતુ લોકોને લલચાવવા માટેનો હતો. એજન્સીએ નિયંત્રિત ડિલિવરી અને અન્ડરકવર ઓપરેશન્સનો ઉપયોગ કરીને તેમની પર ક્રેક ડાઉન કર્યું હતું. ત્યારબાદ બેંકોના દસ્તાવેજોની સમીક્ષા કરવામાં આવી હતી. તાજેતરના એફએટીએફ રિપોર્ટમાં મની લોન્ડરિંગ પર કાર્યવાહી કરવાના પ્રયાસોના ભાગરૂપે એજન્સી દ્વારા હવાલાથી માંડીને કેશ કુરિયર્સ અને થર્ડ પાર્ટી મની લોન્ડરિંગ સુધીના શ્રોણીબદ્ધ કેસોને પ્રકાશિત કરવામાં આવ્યા છે. જેની વૈશ્વિક વોચડોગ દ્વારા પ્રશંસા કરવામાં આવી છે. વર્ષ 2018-19 અને 2023ના અંતની વચ્ચે એજન્સીએ મની લોન્ડરિંગની 4,163 તપાસ શરૂ કરી હતી, એમ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. અલબત્ત આ અહેવાલમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે, આ મામલે કાર્યવાહીનું પ્રમાણ ઓછું છે. એવું પણ નોંધવામાં આવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટમાં બંધારણીય પડકારોને કારણે કેટલાક કેસો અટકી પડયા હતા. સત્તાધીશોએ એફએટીએફને એમ પણ જણાવ્યું હતું કે, ભારત દ્વારા કરાયેલી વિનંતીઓના આધારે આંતરરાષ્ટ્રીય સહાય બાકી હોવાને કારણે વધારાની 171 કાર્યવાહીની ફરિયાદો આગળ વધી રહી નથી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button