વિતેલા સપ્તાહમાં મહત્વના સૂચકાંકો જેમ કે નિફ્ટી 50, સેન્સેક્સ તથા નિફ્ટી બેંક મહત્વના સપોર્ટ પર આવી ગયા છે જે તૂટીને નીચે બંધ આવે તો મંદીની એંધાણી કહી શકાય, એમાં પણ નિફ્ટી બેંકે તો એના અગત્યના સપોર્ટ ને તોડીને સાપ્તાહિક બંધ એની નીચે આપી દીધો છે,
છેલ્લા કેટલાક સપ્તાહ થી બજાર લોઅર લો લોઅર હાઈ ની પેટર્ન માં ચાલી રહ્યું છે જે ડાઉ થિયરી મુજબ ચોથો સ્ટેજ શરુ થયો હોય એવું વર્તાઈ રહ્યું છે જેને ટૂંકા થી મધ્યમ ગાળા માટે ડાઉન ટ્રેન્ડ કહી શકાય, ફેરેન ફ્ંડોની અવિરત વેચવાલીને પગલે સતત ફેરેક્સ રિઝર્વમાં ઘટાડો આવવો તથા અમેરિકી ડોલર નિત નવા ઉપરના સ્તરને પાર કરી 85.96ના સ્તરે પોહચી ગયો છે જે લાંબે ગાળે ફુગાવાને આમન્ત્રી શકે છે, એ સિવાય રિટેલ ઇન્વેસ્ટરો આઇપીઓમાં લિસ્ટિંગ ગેઇન કમાવાના ચક્કરમાં ઇક્વિટીમાં રોકાણ થી અળગા રહીને કેશ ઓન હેન્ડ રાખી રહ્યાં છે.
હમણાના તાઝા સર્વેમાં ગુજરાત તથા મુંબઈ આઇપીઓની અરજીઓમાં પ્રથમ બે નંબર પર આવ્યા હતા એ પરથી સમજી શકાય છે કે રિટેલ ઇન્વેસ્ટર્સનું ઇક્વિટીમાં પાર્ટીસીપેશન કેટલું ઘટયું છે, આ સિવાય ગ્લોબલ પરિબળો સતત નકરાત્મક અહેવાલો આપી રહ્યા છે, તથા અગાઉના અંકમાં ધ્યાન દોર્યા મુજબ જો એફ્એમસીજીમાં પ્રોડ્ક્ટસની ખપતમાં ઘટાડો આવ્યો હોય તો એ ઈકોનોમી માટે ખતરાની ઘટી સમાન છે, આવા બધા પરિબળોને ચાલતા આવનારા સપ્તાહમાં પણ નીચે તરફ્ની ચાલ ચાલુ રહે એવી વકી છે, હાલની બજારની ચાલ પર થી એવું વરતાઈ રહ્યું છે કે બજેટ સામાન્ય રહેશે એટલે કે હાલ પૂરતું બજેટને લગતા સેક્ટર્સ જેવા કે ર્ફ્ટીલાઇસર, રેલવે તથા અગ્રિકલચર ના સ્ટોક થી દૂર રેહવું જ હિતાવહ છે…
Nifty 50(બંધ ભાવ 23431):- આ સપ્તાહમાં દરમ્યાન નિફ્ટી50 સાપ્તાહિક 745 પોઈન્ટ્સની વધઘટ બાદ 573 પોઈંટ્સના ઘટાડા સાથે બંધ રહ્યી હતી, નિફ્ટી50 આ સપ્તાહમાં 50વીક ની મુવિંગ એવેરેજના સપોર્ટ પર બંધ આવી છે એટલે કે 23440 -23400 જે એના સપોર્ટ એરિયા છે, પરંતુ દૈનિક ચાર્ટ પર 200 દિવસની મુવિંગ એવરેજ ની નીચે ટ્રેડ કરે છે, હવે 23200 એ મેક ઓર બ્રેક લેવલ છેએની નીચે 22800 સુધીના સ્તરો જોવાય, તથા ઉપરમાં 23780-24000 અગત્યના અવરોધ રહેશે…
Nifty Bank (બંધ ભાવ 48734):- આ સપ્તાહ દરમ્યાન નિફ્ટી બેંક સાપ્તાહિક 2395 પોઈન્ટ્સની વધઘટ બાદ 2254 પોઈંટ્સના મોટા કડાકા સાથે બંધ રહ્યી હતી, આ સપ્તાહમાં નિફ્ટી બેંક એના અગત્યના બધા જ સપોર્ટ તોડીને એની નીચે બંધ આવી છે જે ઘણું જ નકારત્મક કહી શકાય, જેમાં એચડીએફ્સી બેંક સવા પાંચ ટકાના ઘટાડે બેંક નિફ્ટીતળિયે બેસી હતી, નવા સપ્તાહમાં 48200-48000 મેક ઓર બ્રેક લેવલ છે એની નીચે 46500 સુધીના સ્તરો જોવા મળે એવી વકી છે.
આ સપ્તાહમાં આઇટી સેક્ટરમાં TCS ના સકારત્મક પરિણામો ને પગલે પોઝિટિવ બંધ રહ્યું હતું એને બાદ કરતા બધા જ સેક્ટરમાં ઓફ્લોડિંગ જોવાયું હતું એમાં પણ અમુક લાર્જ કેપને ઉપર રાખી એટલે કે ઈન્ડેક્સ મેનેજ કરીને સ્મોલ-મીડકેપ્સમાં હેમેરીંગ જોવાયું હતું, આ સંજોગોમાં રિટેલ ઇન્વેસ્ટરે સમયસર પ્રોફ્ટિ બુક કરતારેહવું, અત્યારના ચાર્ટ સ્ટ્રક્ચર પ્રમાણે હાલ પૂરતું નીચેની ચાલ જારી રહેશે એવી વકી છે…
Source link