BUSINESS

Business: જીવન વીમા કંપનીઓ પાસે 22,000કરોડની રકમના કોઈ દાવેદાર નથી

નાણાંકીય વર્ષ 2023-24ની શરૂઆતમાં જીવન વીમા કંપનીઓ પાસે દાવા વગરની લગભગ રૂ.22,237 કરોડની રકમ હતી. કંપનીઓ દ્વારા આ અંગે જૂનથી નવેમ્બર દરમિયાન છ મહિનાની ખાસ ઝૂંબેશ ચલાવવામાં આવી હતી. જેના પગલે અનકલેઈમડ રકમમાં રૂ.1,018 કરોડથી થોડો વધુ ઘટાડો કરવામાં મદદ મળી હતી. એમ વીમા નિયમનકારના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. આ પહેલે પોલિસીધારકોને નોન-રિલેટિવને લાભ આપવા માટે યોગ્ય રીતે એસેટ આયોજન કરવા પર પ્રકાશ પાડયો હતો. કેમ કે, વીમા કંપનીઓ પોલિસીધારકના નજીકના સગા ન હોય તેવા નોમિનીની નોંધણી કરવામાં સાવચેતીભર્યું વલણ અપનાવે છે. લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એલઆઈસી)એ પોલિસીહોલ્ડર્સને સલાહ આપી છે કે, નજીકના સગાને નોમિનેટ કરવામાં આવે. સેમ-સેક્સ રિલેશનશિપ કે નજીકના સગા ન હોય તેવા લોકો માટે પોલિસી પડકારો પેદા કરે છે

વીમા કંપનીઓએ કોન્ટેક્ટ, બેંક અને નોમિનીની માહિતી નિયમિતપણે અપડેટ કરવા તેમજ કેવાયસી અને રી-કેવાયસી કરવા, કન્ઝયૂમરને શોધવા માટે ક્રેડિટ બ્યૂરો અને મીડિયાનો ઉપયોગ કરવા તથા સચોટ માહિતી માટે એજન્ટોને જવાબદાર ઠેરવવાનો નિર્દેશ આપેલો છે. આ નિર્દેશો લાગુ હોવા છતાં અનક્લેઈમડ ફંડમાં અવારનવાર વધારો થાય છે. કેમ કે, જાગૃતિના અભાવે, કૌટુંબિક પરિસ્થિતિઓમાં બદલાવ અથવા નોમિની હયાત ન હોય તેવા સંજોગોને કારણે શોધી શકાતા નથી.

આ અંગે નિષ્ણાતો જણાવી રહ્યાં છે કે, આ એક સમસ્યા છે, જેનો એક ઉદ્યોગ તરીકે ઉકેલ લાવવો જરૂરી છે. વીમા કંપનીઓ નોમિનીને પોલિસીની વિગતો, લાભો અને કોઈપણ ફેરફારો વિશે માહિતગાર રાખવા સક્રિયપણે સંપર્ક કરી રહી છે. પોલિસી ટર્મ કેન્સર નિવારણને પ્રોત્સાહન આપવા માટે એચપીવી રસીકરણ પણ ઓફર કરે છે. નિષ્ણાતો દ્વારા એ વાત નોંધવામાં આવી હતી કે, જ્યારે વીમાધારકો દ્વારા નજીકના સગાને નોમિની તરીકે પસંદ કરવામાં આવતા નથી ત્યારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. નોમિની તરીકે બિન-સંબંધીને રાખવાથી નૈતિક જોખમો પેદા થાય છે. પરંતુ જે કિસ્સામાં લોહીનો સંબંધ ધરાવનાર કોઈ નોમિની ન હોય ત્યારે અપવાદોને માન્ય રાખવામાં આવે છે. એડલવાઈસ લાઈફે અએક બ્લોગમાં જણાવ્યું હતું કે, જો બિન-લાભકારી નોમિનીની નિમણુક કરવામાં આવે છે, તો કાનૂની વારસદારો ભંડોળની માલિકી જાળવી રાખશે. પણ જ્યારે સમાન લૈંગિક સંબંધ ધરાવતાં લોકો તેમના ભાગીદારોને નોમિનેટ કરી શકે છે ત્યારે નોમિનીશીપ તેમને ભંડોળની માલિકી આપતું નથી.

નોન-ફેમિલી નોમિની માટે વીમા કંપનીઓનું સાવચેતીભર્યું વલણ

નોન-ફેમિલી નોમિની માટે વીમા કંપનીઓ સાવચેતીભર્યું વલણ અપનાવતાં ચેતવણી આપે છે કે, જો નોન-રિલેટિવ નોમિની હોય તો કાયદેસરના વારસદારો મેચ્યોરિટીની એમાઉન્ટ અંગે દાવો કરી શકે છે. એડલવાઈસ લાઈફે અએક બ્લોગમાં જણાવ્યું હતું કે, જો બિન-લાભકારી નોમિનીની નિમણુક કરવામાં આવે છે, તો કાનૂની વારસદારો ભંડોળની માલિકી જાળવી રાખશે. જ્યારે સમાન લૈંગિક સંબંધ ધરાવતાં લોકો તેમના ભાગીદારોને નોમિનેટ કરી શકે છે ત્યારે નોમિનીશીપ તેમને ભંડોળની માલિકી આપતું નથી. એલઆઈસીએ પોલિસીહોલ્ડર્સને સલાહ આપી છે કે, નજીકના સગાને નોમિનેટ કરવામાં આવે. સેમ-સેક્સ રિલેશનશિપ કે નજીકના સગા ન હોય તેવા લોકો માટે પોલિસી પડકારો પેદા કરે છે


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button