- 50 કંપનીઓને બ્લેકલિસ્ટ કરાઈટેલિકોમ કંપનીઓએ 2.75 લાખ મોબાઈલ ફોન નંબર્સ બંધ કર્યાં
- યુઝર્સને રાહત પહોંચાડવાની કવાયત પર નોંધપાત્ર અસર થશે
- ટ્રાઈએ તમામ પક્ષકારોને અપીલ કરી છે
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ) દ્વારા સ્પામ કોલ્સ અને મેસેજિસ સામે કડક કાર્યવાહી હાથ ધરાયાના પગલે ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સ દ્વારા છેલ્લા બે સપ્તાહોમાં સ્પામ કોલ્સ અને મેસેજિસ મામલે લગભગ 50 કંપનીઓને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે અને 2.75 લાખથી વધુ મોબાઈલ નંબર્સ અને ટેલિકોમ સંશાધનનોને બંધ કરવામાં આવ્યા છે.
ટેલિકોમ કંપનીઓની આ કાર્યવાહી બાદ ટ્રાઈએ જણાવ્યું હતું કે, આ પગલાંથી એવી આશા છે કે, સ્પામ કોલ્સમાં ઘટાડો કરવા અને યુઝર્સને રાહત પહોંચાડવાની કવાયત પર નોંધપાત્ર અસર થશે. ટ્રાઈએ તમામ પક્ષકારોને અપીલ કરી છે કે, નિમયનકાર દ્વારા જારી નિર્દેશોનું પાલન કરવામાં આવે અને ટેલિકોમ ઈકોસિસ્ટમને વધુ સ્વચ્છ અને અસરકારક બનાવવામાં સહયોગ કરવામાં આવે.
13મી ઓગસ્ટે ટ્રાઈએ સ્પામ કોલ્સ અને મેસેજિસ અટકાવવા ટેલિકોમ કંપનીઓ માટે કડક નિર્દેશો જારી કર્યા હતા અને ફરજિયાત કર્યું હતું કે, બિનરજિસ્ટર ટેલિમાર્કેટર્સ તરફથી કરવામાં આવતાં પ્રચારને બંધ કરવામાં આવે.
Source link