BUSINESS

Business સપ્ટેમ્બરમાં બજાર નેગેટિવ રિટર્ન આપે એવી માન્યતા આ વખતે ખોટી પડે

  • સપ્ટેમ્બર માટે નિષ્ણાતોની સલાહ : થોભો અને રાહ જુઓ
  • 2014થી અત્યાર સુધીમાં સાત વખત સપ્ટેમ્બરમાં બજારે નેગેટિવ રિટર્ન આપ્યું છે પરંતુ 2024ના સપ્ટેમ્બરમાં US ફેડરલની બેઠકમાં વ્યાજદરમાં ઘટાડાની ઉજળી શકયતાને પગલે પ્રવાહ પલ્ટાઈ શકે
  • શું તમે રિટેલ ઈન્વેસ્ટર છો? અને બજારમાં ફ્રેશ રોકાણ કરવા માંગો છો?, તો થોડો સમય થોભી જાવ. કેમ કે, ભૂતકાળના અનુભવો દર્શાવે છે કે, સપ્ટેમ્બરમાં માર્કેટએ નકારાત્મક રિટર્ન જ આપ્યું છે.

ઈતિહાસની આ સાક્ષી હાલ એટલા માટે પણ ધ્યાનમાં લેવી જરૂરી બની છે, કેમ કે, ચાલુ મહિને યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં ઘટાડો કરે એવી શક્યતા છે અને જો અપેક્ષા મુજબ નિર્ણય લેવાશે તો સપ્ટેમ્બર મહિનો ઈતિહાસના કાળા અધ્યાયને ભૂંસી નાંખી ચોક્કસપણે રોકાણકારોની બલ્લે-બલ્લે કરાવી દેશે. પણ હાલ આ બધી થિયરી જો અને તો પર આધારિત હોવાથી રોકાણ મામલે ચાલુ મહિને સમજદારીપૂર્વકનો વ્યૂહ અપનાવવો જોઈએ, એવું બજાર નિષ્ણાતોએ એક સૂરમાં જણાવ્યું છે.

સપ્ટેમ્બરમાં બજારમાં રેકોર્ડ સ્થાપિત કરવાનું વલણ યથાવત રહેશે?, બજારની અનિશ્ચીતતાને પગલે જન્મેલા સવાલો મહત્વના છે. કેમ કે, બજારના ઘણાં નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, હાલ ભારતીય સ્ટોક્સ તેના સૌથી ઊંચા મૂલ્યાંકન પર છે. આ વલણ છેલ્લા ઘણાં સમયથી બજારમાં પ્રવર્તી રહ્યું છે. ચિંતાની વાત એ છે કે, જો પાછલા દસ વર્ષોના માસિક રિટર્નને જોવામાં આવે તો સપ્ટેમ્બરમાં બજારમાં તેજી આવવાની સંભાવના ઓછી છે. બજાર માટે ઓગસ્ટ મહિનો ભારે ઉથલ-પાથલ ભર્યો રહ્યો હોવા છતાં સારી વાત એ રહી કે, બેન્ચમાર્ક સેન્સેક્સ ગયા મહિને નવી ઊંચાઈ પર પહોંચ્યો હતો. જેમાં 12 સેશનમાં થયેલો વધારો પણ સામેલ હતો. આ સત્રોએ બજારમાં થયેલા તમામ નુકસાનને લૂંછી નાંખી ઊંચું માસિક સમાપન નોંધાવવામાં સિંહફાળો આપ્યો હતો.

વર્ષ 2014થી અત્યાર સુધીમાં સમીક્ષા કરવામાં આવે તો 0.74 ટકાના સરેરાશ નુકસાન સાથે સાત સપ્ટેમ્બર એવા આવ્યા જ્યારે બજારે નકારાત્મક વળતર આપ્યું હતું. જો કે વર્ષ 2019, 2021,2023ના સપ્ટેમ્બર આ મામલે અપવાદ રહ્યાં છે. આ વર્ષોના સપ્ટેમ્બર મહિનામાં અનુક્રમે બજારમાં 3.6 ટકા, 2.7 ટકા, 1.5 ટકાનો વધારો થયો હતો. પણ જો આ ત્રણ વર્ષોની ગણતરી બાદ કરવામાં આવે તો સપ્ટેમ્બરમાં સરેરાશ 2.18 ટકાનું નુકસાન થયું હતું. ચાલુ વર્ષે સપ્ટેમ્બરની શરૂઆત યુએસ ફેડરલ દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવા અને આ ધારણાની આસપાસ બજારમાં ઉથલ-પાથલની અપેક્ષા સાથે થઈ છે. અમેરિકાના ઓગસ્ટ મહિનાના પે-રોલના ડેટા ચાલુ સપ્તાહના અંત સુધી જાહેર કરવામાં આવે તેવી શકયતા છે, આ ડેટાને કારણે પણ અમેરિકાના સ્ટોક્સમાં હલચલ થવાની પ્રબળ સંભાવના બનેલી છે. અમેરિકાના પીસીઈ ઈન્ડેક્સની વૃદ્ધિ બજારની આશાના અનુરૂપ છે. જે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવાનો સંકેત છે. નિષ્ણાતોનું અનુમાન છે કે, રેકોર્ડ બ્રેક 12 દિવસની તેજી બાદ સુધારાને કારણે ચાલુ સપ્તાહે બજારમાં ઘટાડો થશે. ચાલુ મહિના માટે બજારમાં તેજીનો સંચાર કરનારી મુખ્ય ઘટનાની વાત કરવામાં આવે તો તે 18મી સપ્ટેમ્બરના રોજ યોજાનારી યુએસ એફઓએમસી બેઠકના પરિણામ છે. જેનાથી રેટ કટની સાયકલની શરૂઆત થશે. આ બેઠકની વૈશ્વિક અસર પડશે. જે અન્ય દેશોની મધ્યસ્થ બેંકોની નીતિઓ, કરન્સી, કેરી ટ્રેડસ અને વિવિધ સંપત્તિ વર્ગમાં ફ્લોને પ્રભાવિત કરશે.

અન્ય નિષ્ણાતોનું એવું પણ માનવું છે કે, આ વખતે સપ્ટેમ્બર મહિનામાં સાત વખત નકારાત્મક રિટર્ન આપવાના ઈતિહાસનું પુનરાવર્તન નહીં થાય. આ વર્ષે સ્થિતિ અલગ હશે. કેમ કે, 18મી સપ્ટેમ્બરે યોજાનારી ફેડરલ રિઝર્વની બેઠક પહેલાં બજારમાં ભારે ઉથલ-પાથલ જોવા મળશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button