મોટાભાગનાં કેનેડિયનોનું માનવું છે કે તેમનાં દેશમાં જરૂર કરતા અને ધારણા કરતા વધારે ઈમિગ્રન્ટસ વસી રહ્યા છે. કેનેડામાં ઈમિગ્રન્ટસ માટેનો સપોર્ટ ઘટી રહ્યો છે. દર 10 પૈકી 6 કેનેડિયન એટલે કે 58 ટકા લોકો ઈમિગ્રેશનનાં વિરોધી છે તેમને લાગી રહ્યું છે કે જરૂર કરતા વધારે વિદેશીઓ ત્યાં વસી રહ્યા છે તેવું ઈન્વિરોનિક્સ ઈન્સ્ટિટયૂટનાં અભ્યાસમાં જણાઈ આવ્યું છે. 2023 પછી કેનેડિયનોની આવી માન્યતામાં 14 ટકાનો વધારો થયો છે. સરવે દ્વારા સંશોધન માટે પર્યાવરણ સંસ્થાની સ્થાપના 2006માં માઈકલ એડમ્સ દ્વારા કેનેડાનાં ભવિષ્યને આકાર દેનાર મુદ્દા પર જનમત લેવા તેમજ સામાજિક સંશોધન કરવા માટે કરાઈ હતી. છેલ્લા એક વર્ષમાં કેનેડાનાં લોકો દ્વારા આવું માનવાની સંખ્યામાં વધારો થયો છે. 43 ટકા લોકો એ મુદ્દા પર સંમત છે કે શરણાર્થી હોવાનો દાવો કરનાર હજારો લોકો ખરેખર શરણાર્થી નથી. 57 ટકા એવું માને છે કે ઈમિગ્રન્ટસ લોકો કેનેડાનાં મૂલ્યોનું પાલન કરતા નથી.
68 ટકા એવું માને છે કે વિદેશીઓથી ઇકોનોમી સુધરી છે
અભ્યાસનાં તારણ મુજબ 68 ટકા એટલે કે દર 10 પૈકી 7 લોકો એવું માને છે કે ઈમિગ્રેશનની વધુ સંખ્યાને કારણે કેનેડાની ઈકોનોમી પર સાનુકૂળ અસર પડી છે. જો કે આવું માનનારાઓની સંખ્યા સતત બીજા વર્ષે ઘટી છે. 2023 પછી 18થી 29 વર્ષનાં યુવાનોમાં આવી માન્યતામાં સતત બીજા વર્ષે ઘટાડો થયો છે.
આવો છે કેનેડાનો નવો ઈમિગ્રેશન પ્લાન
કેનેડાનાં નવા ઈમિગ્રેશન પ્લાન મુજબ 2024થી 2026 સુધીમાં તેનાં દેશમાં 2024માં નવા 4,85,000 ઈમિગ્રન્ટસને ત્યાં આવવા મંજૂરી અપાશે જ્યારે 2025 અને 2026માં વધુ 5 લાખ લોકોને ત્યાં આવવા પરવાનગી અપાશે. આમ જોવા જઈએ તો 1977થી ત્યાં ઈમિગ્રન્ટસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે પણ છેલ્લા બે વર્ષમાં તેમની ઈમિગ્રન્ટસ અંગેની ધારણા નકારાત્મકતામાં ફેરવાઈ રહી છે. 1998પછી ત્યાં ઈમિગ્રન્ટસ વધ્યા હોવાનો તેમનો દાવો છે. કન્ઝર્વેટિવ પાર્ટીનાં સૌથી વધુ 80 ટકા લોકોનું માનવું છે કે ત્યાં ઈમિગ્રન્ટસની સંખ્યા જરૂર કરતા વધારે છે. જ્યારે લિબરલ પાર્ટી 45 ટકા લોકો એવું માને છે કે ત્યાં વિદેશીઓની સંખ્યા વધારે છે.
Source link