1 લી જાન્યુઆરી 2025થી તમે જે ચેક આપશો તે ચેક બેંકમાં ભરાશે એટલે ચેક ભરાયાંથી 2 જ કલાકમાં ચેક કિલીયર થઈ જશે.ચેક ક્લિયરન્સ માટે તમારે 2થી 3 દિવસ સુધી રાહ જોવા પડતી હતી પરંતુ નવા વર્ષે એટલે કે, 1 જાન્યુઆરી 2025થી તમારે 2 કલાકમાં ચેક ક્લિયર થઈ જશે.
2 કલાકમાં થશે ચેક ક્લિયર
ચેક ક્લિયર થવામાં અત્યાર સુધી 2-3 દિવસનો સમય લાગે છે. નવા વર્ષથી થોડા કલાકોમાં જ ચેક ક્લિયર થઈ જશે. ચેક રજૂ કર્યાના દિવસે જ તમારો ચેક ક્લિયર થઈ જશે અને તેમાં માત્ર થોડા કલાકોનો સમય લાગવાથી તમારું કામ પણ સરળ થઈ જશે અને નાણાંકિય ચેક વ્યવહારોને પણ પ્રોત્સાહન મળશે. આ અંગે અગાઉ પૂર્વ ગવર્નર શક્તિકાંતે દાસે જણાવ્યું હતું કે, આનો ફાયદો ચેક આપનાર અને પૈસા મેળવનાર એટલે કે ચેક પેયર અને ચેક બૉરોઅર બંનેને થશે અને આખી પ્રોસેસ ફાસ્ટ થવાથી બેંકિંગ પર પણ પોઝિટિવ અસર થશે.
નવા વર્ષ સાથે બેંકના નિયમોમાં ફેરફાર
1 લી જાન્યુઆરી 2025થી તમે જે ચેક આપશો તે ચેક બેંકમાં ભરાશે એટલે ચેક ભરાયાંથી 2 જ કલાકમાં ચેક કિલીયર થશે એટલે બેંકમાં પહેલાંથી જ બેલેન્સ રાખવું અને પછી ચેક આપવો.
NPCIની માર્ગદર્શિકા મુજબ અમલીકરણ
તમામ ગ્રાહકો જોગ, Continuous Clearing અંગેની સુચના, NPCI ની માર્ગદર્શિકા મુજબ તારીખ 01 જાન્યુઆરી 2025 ના રોજથી Continuous Clearingનું અમલીકરણ થનાર હોય ક્લીયરીંગમાં ભરેલા ચેકનું સેટલમેન્ટ સેમ ડે થનાર હોય, ક્લીયરીંગના ચેક ઓપનિંગ બેલેન્સના આધારે પાસ થશે. ક્લીયરીંગ ચેકો સ્વીકારવાનો સમય સવારે 10 વાગ્યાથી બપોરે 2:30 વાગ્યા સુધીનો રહેશે.
Source link