- ભારજ નદી ઉપરનો બ્રિજ ગયા વર્ષે નદીમાં પુર આવવાથી બે પાયા બેસી ગયા
- 2.39 કરોડના ખર્ચે બનાવેલુ ડાયવર્ઝન 4 મહિનામાં પાણીમાં વહી ગયુ
- વિકાસના કામો પણ અધૂરા હોઈ લોકોને હાલાકી પડી રહી છે
છોટાઉદેપુર જિલ્લામાં અતિભારે વરસાદને લઈ નદી નાળાને ભારે નુકસાન થયું છે. લોકોને અવર જવર કરવા માટે લોકોને હાલાકી પડી રહી છે. વિકાસના કામો પણ અધૂરા હોઈ તેને લઈ લોકોને હાલાકી પડી રહી છે. લોકોની સમસ્યા દૂર થાય તે માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવે તે માટે સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
માર્ગ બંધ થતા હવે લોકોને 30 કિમીનો ફરીને જવાનો વારો આવ્યો
રાજ્યમાં પડેલા ભારે વરસાદને લઈ ભારે નુકસાની વેઠવાનો વારો લોકોને આવ્યો છે. ત્યારે છોટા ઉદેપુર જિલ્લો પણ બાકાત રહ્યો નથી. ભારે વરસાદને લઈ નદી પર નાળાનું અને બ્રિજોને ભારે નુકસાન થયું છે. છોટા ઉદેપુર જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 56 કે જે પાવીજેતપુર તાલુકામાંથી પસાર થઈ રહ્યો છે. આ માર્ગ ઉપર ભારજ નદી ઉપરનો બ્રિજ ગયા વર્ષે નદીમાં પુર આવવાથી બે પાયા બેસી ગયા હતા. જે બ્રિજ ભારજ નદીમાં ભારે પાણી આવવાથી બે ભાગમાં વહેંચાઈ ગયો છે. જેથી હવે આ બ્રિજ પરથી રાહદારીઓ માટે અવર જવર કરવા માટે બંધ કરવામાં આવ્યો છે. માર્ગ બંધ થતા હવે લોકોને 30 કિમીનો ફરીને જવાનો વારો આવ્યો છે.
સરકારના કરોડો રૂપિયા પાણીમાં વહી ગયા
ગયા વર્ષે બ્રિજના બે પાયા બેસી જતા ગયા વર્ષે તંત્ર તરફથી ડાયવર્ઝન 2.39 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું પણ ફક્ત ચાર માસમાં વરસાદી પાણીમાં ડાયવર્ઝન પાણીમાં વહી ગયું. સરકારના કરોડો રૂપિયા પાણીમાં વહી ગયા. આવા અનેક જગ્યાએ બ્રિજો આવેલા છે તે બ્રિજોનું આયુષ્ય પૂરું થયું છે અને જોખમી બની ગયા છે. કેટલાક કોઝ વે પણ ધોવાયા હોવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
વિધાનસભાના વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ ઉઠાવ્યા આ સવાલ
વિકાસ લક્ષી કેટલીક સેવાનો પણ અભાવ હોવાના સવાલ વિધાનસભાના વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ ઉઠાવ્યા હતા. આદિવાસી અગ્રણી અર્જૂન રાઠવા સરકાર પર આક્ષેપો લગાવી રહ્યા છે. આદિજાતિ વિભાગની શાળામાં અભ્યાસ કરતા બાળકોને યોગ્ય અને પોષણક્ષમ આહાર આપવામાં આવ્યો નથી. બાળકોને સાયકલો આપવાની યોજનાથી બાળકો વંચિત રહ્યા છે અને તે સાયકલો કાટ ખાઈ રહી છે. તેવા અનેક મુદ્દાને લઈ સરકારમાં કાન ખોલવા માટે આજ રોજ સહી અભિયાન કોંગ્રેસ તરફથી ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં રાહદારીઓ પૂરી સંમતિ આપી રહ્યા છે.
Source link