- કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનના નામે ફાટ્યુ ચલણ
- કાર ઓવરસ્પીડમાં ચલાવતા ચલણ ફાટ્યુ
- ચિરાગ પાસવાન હાજીપુરથી ચંપારણ જઇ રહ્યા હતા
બિહારમાં કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનની કારની વધુ ઝડપને કારણે ટોલ પ્લાઝા પર ઓટોમેટિક ચલણ કપાયુ છે. કેન્દ્રીય મંત્રીની કારનું ચલણ કપાતા પરિવહન વિભાગમાં ખળભળાટ મચી ગયો. જો કે, આરટીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જો વાહનોના દસ્તાવેજોમાં કોઈ ખામી જણાય અથવા વાહન ઓવર સ્પીડિંગ હોય તો તેનું આપોઆપ ચલણ કપાઇ જાય છે.આ અંગે ચિરાગ પાસવાને કહ્યું કે દંડ ચૂકવી દેવામાં આવશે.
બિહારમાં શરૂ થઇ છે નવી સિસ્ટમ
મહત્વનું છે કે બિહારમાં પરિવહન વિભાગે ટ્રાફિક નિયમો અને દંડ લાગુ કરવા માટે ઓટોમેટિક ઈ-ડિટેક્શન સિસ્ટમ શરૂ કરી છે. જેમાં ટ્રાફિકના નિયમો તોડનારાઓનું ઓટોમેટિક ચલણ કાપવામાં આવે છે. આ નવી ઈ-ચલણ સિસ્ટમ 18 ઓગસ્ટથી શરૂ કરવામાં આવી છે. આ નવી સિસ્ટમમાં બિહારના ઘણા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર અત્યાધુનિક કેમેરા લગાવવામાં આવ્યા છે, જે તેમાંથી પસાર થતા વાહનોની નંબર પ્લેટની તસવીરો લે છે અને વાહન માલિકના રજિસ્ટર્ડ મોબાઈલ પર જ તેની ડિટેઇલ્સ મોકલે છે. વળી જો ઓવર સ્પીડ હોય કે પછી વાહન પોલ્યુશન ફેલાવતું હોય તો ડાયરેક્ટ રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર ચલણ મોકલવામાં આવે છે.
ચિરાગ પાસવાને ભરવો પડશે દંડ
જિલ્લા વાહનવ્યવહાર અધિકારીએ જણાવ્યું હતું કે આ ઈ-ડિટેક્શન સિસ્ટમ છે. હવે સરકારે નિર્ણય મુજબ તેને ટોલ પ્લાઝા પર લગાવવામાં આવી છે. જેમાં જો કોઇ નિયમનું ઉલ્લંઘન કર્યુ તો આ સિસ્ટમ આપોઆપ ચલણ જનરેટ કરશે અને માલિકના રજિસ્ટર્ડ નંબર પર ચલણ મોકલવામાં આવે છે. ત્યારે આ નિયમ હેઠળ ચિરાગ પાસવાનની કાર પણ આવી ગઇ. કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન પણ હાજીપુરથી ચંપારણ જતી વખતે ઓવર સ્પીડના કારણે ચલણનો ભોગ બન્યા. તેમના મોબાઇલ પર ઓવરસ્પીડનું ચલણ મોકલી અપાયુ હતું જે મુજબ હવે ચિરાગપાસવાને 2000નો દંડ ભરવો પડશે.
Source link