Cigarettes Price Hike 2026: સિગારેટ પીતા લોકો માટે મોંઘવારીનો વધુ એક ઝટકો આવી રહ્યો છે. કેન્દ્ર સરકારે તમાકુ અને તમાકુ ઉત્પાદનો પર નવી એક્સાઇઝ ડ્યુટી લાગુ કરવાની જાહેરાત કરી છે, જે 1 ફેબ્રુઆરી, 2026થી અમલમાં આવશે. આ નિર્ણય બાદ સિગારેટના ભાવમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે.
GST બાદ સૌથી વધુ ટેક્સ
2017માં GST લાગુ થયા પછી સિગારેટ પરનો આ સૌથી મોટો કર વધારો ગણાઈ રહ્યો છે. હાલ 40% GST ઉપરાંત હવે એક્સાઇઝ ડ્યુટી પણ લાગશે, જે સિગારેટની લંબાઈ અને ફિલ્ટર હોવા-નહોવા પર આધારિત રહેશે. સિગારેટ જેટલી લાંબી, તેટલો વધુ ટેક્સ લાગશે.
નવા એક્સાઇઝ દરો
નવી વ્યવસ્થા મુજબ પ્રતિ 1000 સિગારેટ પર એક્સાઇઝ ડ્યુટી વસૂલવામાં આવશે:
65 મીમી સુધીની નોન-ફિલ્ટર સિગારેટ: ₹2,050
65-70 મીમી નોન-ફિલ્ટર સિગારેટ: ₹3,600
65 મીમી સુધીની ફિલ્ટર સિગારેટ: ₹2,100
65-70 મીમી ફિલ્ટર સિગારેટ: ₹4,000
70-75 મીમી ફિલ્ટર સિગારેટ: ₹5,400
અન્ય સિગારેટ પર પ્રતિ હજાર ₹8,500 સુધીની ડ્યુટી લાગી શકે છે. તમાકુના વિકલ્પ ધરાવતી સિગારેટ અને સિગારિલો પર પણ ઊંચો ટેક્સ લાગશે.
દરેક સિગારેટ કેટલી મોંઘી થશે?
એક્સાઇઝ ડ્યુટીના આધારે:
નાની નોન-ફિલ્ટર સિગારેટ ₹2.05 મોંઘી
નાની ફિલ્ટર સિગારેટ ₹2.10 મોંઘી
65-70 મીમી સિગારેટ ₹3-4 મોંઘી
પ્રીમિયમ સિગારેટ લગભગ ₹5 સુધી મોંઘી
10 રૂપિયાની સિગારેટ હવે કેટલી?
નિષ્ણાતોના મતે, ભાવમાં 20 થી 50% સુધીનો વધારો થઈ શકે છે.
₹10ની સિગારેટ ₹12 થઈ શકે
₹15ની સિગારેટ ₹18-19
₹20ની સિગારેટ ₹23-25 સુધી પહોંચી શકે
કઈ સિગારેટ પર સૌથી વધુ અસર?
લાંબી, પ્રીમિયમ અને ફ્લેવર્ડ સિગારેટ પર સૌથી વધુ અસર થવાની શક્યતા છે. સરકારનો ઉદ્દેશ તમાકુ બજારમાં કરચોરી રોકવી અને સરકારી આવક વધારવાનો છે.


Leave a Comment