
મોહમ્મદ સિરાજ હાલમાં ટીમ ઈન્ડિયાની બહાર છે. હવે સિરાજના ડેટિંગ અંગે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સિરાજ બિગ બોસ 13 ફેમ એક્ટ્રેસ માહિરા શર્માને ડેટ કરી રહ્યો છે.
સિરાજ તાજેતરમાં આશા ભોંસલેની પૌત્રી જનાઈ ભોંસલેની જન્મદિવસની પાર્ટીમાં જોવા મળ્યો હતો. સિરાજ અને જનાઈ વિશે ઘણી ચર્ચાઓ ફેલાઈ રહી હતી. આ પછી બંનેએ ભાઈ-બહેનના સંબંધ પર મહોર લગાવી.
મીડિયાના એક રિપોર્ટ મુજબ સિરાજ અને માહિરા એકબીજાને ડેટ કરી રહ્યા છે. આ સિવાય મીડિયા રિપોર્ટ મુજબ સિરાજના પરિવારે પણ આ વાતની પુષ્ટિ કરી છે. રિપોર્ટ મુજબ બંને ગયા નવેમ્બરમાં મળ્યા હતા. સિરાજે માહિરાની એક પોસ્ટ લાઈક કરી હતી. આ પછી તેમના ડેટિંગની ચર્ચાઓએ જોર પક્ડયું. પરંતુ બંનેએ હજુ સુધી ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને ફોલો કર્યા નથી. બીજી મહત્વની વાત એ છે કે આ બાબતે માહિરા કે સિરાજ તરફથી હજુ સુધી કોઈ ઓફિશિયલ માહિતી મળી નથી.
સિરાજ માહિરાના પ્રેમમાં ક્લીન બોલ્ડ થયો?
સિરાજ જનાઈના જન્મદિવસની પાર્ટીમાં જોવા મળ્યો હતો. આ દરમિયાન બોલીવુડ સાથે સંકળાયેલા ઘણા અન્ય લોકો પણ હાજર હતા. આ પછી સિરાજ અને જનાઈ વિશે ચર્ચાઓ ફેલાઈ. પરંતુ બંનેએ સોશિયલ મીડિયા દ્વારા એકબીજાના ભાઈ-બહેનના સંબંધની પુષ્ટિ કરી હતી. હવે માહિરા વિશે એક અફવા ચર્ચાઓ ફેલાઈ રહી છે. માહિરાના ફેન્સે સિરાજના નામ અંગે સોશિયલ મીડિયા પર ઘણી કોમેન્ચ કરી છે. આ બાબતે સિરાજ તરફથી હજુ સુધી સત્તાવાર પુષ્ટિ મળી નથી.
સિરાજ અને માહિરા પહેલી વાર ક્યારે મળ્યા?
માહિરા ઘણા ટીવી શોમાં જોવા મળી છે. તેણે નાગિન, બિગ બોસ 13 અને કુંડલી ભાગ્યમાં કામ કર્યું છે. સિરાજ અને માહિરા કેવી રીતે મળ્યા તે અંગે હજુ સુધી કોઈ માહિતી નથી. પરંતુ રિપોર્ટ મુજબ બંને નવેમ્બર 2024 થી એકબીજાને ઓળખે છે.
Source link