હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક અચાનક લથડી, IGMCમાં દાખલ

સોનિયા ગાંધીની તબિયત: હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક બગડી ગઈ, ત્યારબાદ તેમને શિમલાની ઈન્દિરા ગાંધી મેડિકલ કોલેજ (IGMC)માં લાવવામાં આવ્યા. ઈન્દિરા ગાંધી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તેમનો MRI (મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ) કરવામાં આવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ પણ હોસ્પિટલ પહોંચી શકે છે.
હોસ્પિટલના સૂત્રો અનુસાર, સોનિયા ગાંધીનું MRI કરવામાં આવી રહ્યું છે અને તેમની તબીબી તપાસ ચાલી રહી છે. હાલમાં, ડોકટરોની એક ટીમ તેમની સ્થિતિ પર નજર રાખી રહી છે. સોનિયા ગાંધી તાજેતરમાં થોડા દિવસ આરામ માટે શિમલા આવ્યા હતા. અને આજરોજ તેમની તબિયત બગડવાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. નોંધનીય છે કે આ વર્ષે ફેબ્રુઆરીમાં પણ સોનિયા ગાંધીને પેટ સંબંધિત સમસ્યાઓના કારણે દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, ડોકટરોએ કહ્યું છે કે આ વખતે પણ ચિંતા કરવાની કોઈ વાત નથી અને પરિસ્થિતિ નિયંત્રણમાં છે.