વડોદરાના શિનોર તાલુકા પંચાયતના પ્રમુખનો વિવાદ વધ્યો છે. તાલુકા પંચાયતના પ્રમુખ અર્ચના રાય સામે અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી છે. તાલુકા ભાજપ પ્રમુખે અક્ષય પટેલને આડેહાથ લીધા. બળવાખોર ભાજપ સભ્યો સામે શિક્ષાત્મક પગલાની માગ કરવામાં આવી છે.
અક્ષય પટેલ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા છે
શિનોર તાલુકા પંચાયતમાં ભાજપના 11, કોંગ્રેસના 3 સભ્યો છે. ભાજપ, કોંગ્રેસ, અપક્ષ મળી 8 સભ્યોનો વિરોધ છે. પ્રમુખ અર્ચના રાય વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી છે. શિનોર તાલુકા પંચાયત પ્રમુખ અર્ચના રાય વિરુદ્ધ અવિશ્વાસ દરખાસ્તનો વિવાદ દિવસે ને દિવસે વધી રહ્યો છે શિનોર તાલુકા ભાજપ પ્રમુખે કૉંગ્રેસમાંથી આવેલ અક્ષય પટેલના સાથી કાર્યકર્તાઓને આડે હાથે લીધા.
શિનોર તાલુકા પંચાયતમાં 16 સભ્યોનો બોર્ડ છે
ભાજપ પાસે 11 સભ્યો છે કોંગ્રેસ 3 અને અપક્ષ 1 સભ્યો છે. ભાજપના 4 કોંગ્રેસના 3 અને અપક્ષ 1 સભ્યો કુલ 8 સભ્યોએ તાલુકા પંચાયત પ્રમુખ અર્ચના રાય વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત તાલુકા વિકાસ અધિકારીને રજૂ કરેલ છે. તાલુકા ભાજપ ચંદ્રવદન પટેલે કૉંગ્રેસમાંથી આવેલ અક્ષય પટેલના જૂથના લોકોને આડે હાથે લીધાને આયાતી કૉંગ્રેસમાંથી લોકો આવેલ મગફળી છે જયારે ભાજપના જુના કાર્યકર્તા બદામ છે એવું સ્ફોટક નિવેદન આપ્યું ચારે બળવાખોર ભાજપ સભ્યોને શિક્ષાત્મક પગલાં લેવાયની રજુઆત હાઈકમાંડને જાણ કરવામાં આવી.
સામાન્ય સભા સમાપ્ત થયા બાદ અસંતોષ બહાર આવ્યો
શિનોર તાલુકા પંચાયતની સામાન્ય સભા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયા પછી,ચૂંટાયેલા સભ્યોનો અસંતોષ બહાર આવ્યો છે. અને સામાન્ય સભા પૂરી થયા બાદ તારીખ 18 સપ્ટેમ્બર 2024 બપોરના કુલ આઠ સભ્યો દ્વારા પંચાયત પ્રમુખ અર્ચનાબેન રાય સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.
14 સપ્ટેમ્બર 2023ના રોજ પ્રમુખ, ઉપપ્રમુખ બિનહરીફ ચૂંટાયા હતા
શિનોર તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, અઢી વર્ષની ટર્મ પૂરી થતાં ગત વર્ષે તારીખ 14 સપ્ટેમ્બર 2023ના રોજ નાટકીય રીતે તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ બિનહરીફ ચૂંટાયા હતા. અને સત્તાના એક વર્ષ દરમિયાન તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા અમુક સભ્યોને વિકાસના કામોથી વંચિત રાખતાં તેનો ઉહાપોહ સામાન્ય સભા પત્યા પછી બહાર આવેલ હતો. અને તાલુકા વિકાસ અધિકારી શિનોરને ચૂંટાયેલા આઠ સભ્યો દ્વારા પ્રમુખ સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરતાં જણાવેલ હતું કે પ્રમુખ દ્વારા સત્તાનો દુરુપયોગ થાય છે, વિકાસના કામો અમૂક ગામો પૂરતા મંજૂર કરી ,અન્ય સભ્યોના ગામોને અન્યાય કરાય છે. જેની સામે અમો બહુમતી ચૂંટાયેલા સભ્યોનો વિરોધ હોય પ્રમુખ સામે નિયમ મુજબ અવિશ્વાસ દરખાસ્ત રજૂ કરીએ છીએ.
શિનોર તાલુકા પંચાયતની કુલ 16 બેઠકો છે જેમાંથી એક જગ્યા ખાલી હોઇ હાલ 15 બેઠકો છે અને અડધા ઉપરાંત સભ્યોએ દરખાસ્ત રજૂ કરેલી હોય સચિવ કમ તાલુકા વિકાસ અધિકારીએ સ્વીકારેલી છે. વિશ્વાસ રજુ કરનાર આઠ સભ્યોમાં પાંચ ભાજપના અને ત્રણ કોંગ્રેસના છે.
Source link