મોરિંગા એટલે કે ડ્રમસ્ટિકની શીંગો માત્ર સ્વાસ્થ્ય માટે જ ફાયદાકારક નથી, આ સિવાય સરગવાના પાન પણ સ્વાસ્થ્ય માટે વરદાનથી ઓછા નથી. સાઉથ ઈન્ડિયા સરગવાની શીંગો એટલે કે ડ્રમ સ્ટીક્સને સાંભારમાં ઉમેરીને તેનો વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવે છે. સાંભાર માટે તે એક મહત્વપૂર્ણ ઘટક છે. તેમાં વિટામિન A, B6, વિટામિન C, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે. જો સરગવાને ડાયટમાં સામેલ કરવામાં આવે તો ઘણા ફાયદા થઈ શકે છે. સરગવા (ડ્રમસ્ટિક) હાડકાંને મજબૂત કરવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ જ અસરકારક છે.
Source link