સુરેન્દ્રનગર ભોગાવો નદીમાં ખમીયાણા-શેખપર વિસ્તારમાંથી ગેરકાયદેસર રેતી ખનન મામલે ખાણ ખનીજ વિભાગની ટીમે રેડ કરી છ હોડકા અને એક એકસીવેટર મશીન સહિતનો રૂ. 70 લાખનો મુદમાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.
વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર નદીમાંથી ગેરકાયદેસર રેતી અને મંજૂર કરાયેલા બ્લોક ધારકો બ્લોકની રોયલ્ટી મોંઘી પડતી હોવાથી અન્ય દૂરની જગ્યાની રોયલ્ટી વાપરતા હોય છે.ત્યારે સુરેન્દ્રનગરની ભોગાવા નદીમાં ખમીયાણા અને શેખપર ગામની સીમમાંથી પાણીમાં હુડકા વડે ગેરકાયદેસર રેતીનું ખનન કરાઇ રહયુ હતુ. આ બાબતની જિલ્લા કલેકટર કે.સી.સંપટની સુચનાથી સુરેન્દ્રનગર ખાણ ખનીજ અધિકારી નિરવ બારોટના માર્ગદર્શન હેઠળ ખાણ ખનીજની ટીમે રેડ કરી હતી. રેડ દરમિયાન 6 હોડકા અને એક હિટાચી(એકસીવેટર) મશીન સહિત 70 લાખ રૂપિયાની કિમતનો મુદમાલ સ્થળ પરથી જપ્ત કર્યો હતો. બીજી તરફ ખમીયાણા વિસ્તારમાં મંજૂર કરાયેલ બ્લોક વિસ્તારમાંથી જ રેતી ખનન થતી હતી કે અન્ય જગ્યામાંથી અને આ બ્લોક ધારક રોયલ્ટી કયાંની વાપરતા હતા આ બાબતની ખાણ ખનીજ અધિકારી દ્વારા તપાસ ચલાવાઇ રહી છે.
Source link