SPORTS

Cricket: બાબર આઝમ પાંચ વર્ષ બાદ ટેસ્ટ રેન્કિંગના ટોપ-10માંથી બહાર થયો

  • બાંગ્લદેશ સામે રમી રહેલી ટીમ પ્રથમ વખત ટેસ્ટમાં સિરીઝ હારી હતી
  • બાબર બે મેચની ચાર ઈનિંગમાં મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યો હતો
  • બાબર 712ની રેટિંગ સાથે 12માં સ્થાને પહોંચી ગયો છે

પૂર્વ પાકિસ્તાની સુકાની બાબર આઝમને સતત ખરાબ પ્રદર્શન કરવા બદલ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની મેન્સ ટેસ્ટ રેન્કિંગમાં ટોપ-10માંથી બહાર થયો હતો. બાંગ્લદેશ સામે રમી રહેલી ટીમ પ્રથમ વખત ટેસ્ટમાં સિરીઝ હારી હતી. શ્રેણી દરમિયાન તમામની નજર પૂર્વ સુકાની અને સ્ટાર બેટ્સમેન બાબર આઝમ પર હતી. બાબર બે મેચની ચાર ઈનિંગમાં મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યો હતો.

બાબર આઝમે છેલ્લા બે વર્ષમાં અડધી સદી ફટકારી નથી. ડિસેમ્બર 2019 બાદ પ્રથમવખત બાબર આઝમ ટેસ્ટ રેન્કિંગના ટોપ-10માંથી બહાર થયો છે. બાબર 712ની રેટિંગ સાથે 12માં સ્થાને પહોંચી ગયો છે. બાબર આ વર્ષે ત્રણ ટેસ્ટ મેચ રમ્યો છે જેમાં તેને છ ઈનિંગમાં 18.33ની એવરેજથી માત્ર 113 રન જ બનાવ્યા હતા. બાબર એકસમયે ટોપ-3માં સામેલ હતો. સતત ખરાબ પ્રદર્શન બાદ તે ટોપ-10માંથી બહાર થયો હતો. પાકિસ્તાનનો એકમાત્ર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન ટોપ-10માં સંયુક્ત રીતે માર્નસ લાબુશેન સાથે 10માં સ્થાને છે. આઈસીસી તરફથી જાહેર કરાયેલી ટેસ્ટ રેન્કિંગમાં જો રૂટ પ્રથમ સ્થાને યથાવત છે. રૂટની રેટિંગ વધીને 922 થઈ હતી. જો રૂટની ઓલટાઈમ હાઈ રેટિંગ 923 છે જે તેને 2022માં હાંસલ કરી હતી. ન્યૂઝીલેન્ડના દિગ્ગજ બેટ્સમેન કેન વિલિયમસન બીજા સ્થાને, ત્રીજા સ્થાને ન્યૂઝીલેન્ડના ડેરિલ મિચેલ છે. ઓસ્ટ્રેલિયાના સ્ટિવ સ્મિથને રેન્કિંગમાં ફાયદો થતાં તે પાંચમા સ્થાનેથી ચોથા સ્થાને પહોંચી ગયો છે. ઈંગ્લેન્ડનો હેરી બ્રૂક ખરાબ ફોર્મના કારણે ચોથાથી પાંચમા સ્થાને આવી ગયો છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button