સ્પિન ઓલરાઉન્ડર કેશવ મહારાજે 59 રનમાં પાંચ વિકેટ ઝડપતા સાઉથ આફ્રિકાએ ત્રીજા જ દિવસે બાંગ્લાદેશને એક ઇનિંગ અને 273 રનથી હરાવીને બે ટેસ્ટની શ્રોણીને 2-0થી જીતી લીધી હતી. સાઉથ આફ્રિકાએ છ વિકેટે 575 રનના તોતિંગ સ્કોરે પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો.
બાંગ્લાદેશનો પ્રથમ દાવ 159 રનમાં સમેટાતા પ્રવાસી ટીમે તેને ફોલોઓન કર્યું હતું. બાંગ્લાદેશનો બીજો દાવ 143 રનના સ્કોરે સમેટાઈ ગયો હતો. બાંગ્લાદેશના પ્રથમ દાવમાં મોમિનુલ હકે 112 બોલમાં સર્વાધિક 82 રન બનાવ્યા હતા. તાઇજુલે 30 રન બનાવવા ઉપરાંત મોમિનુલ સાથે 103 રનની ભાગીદારી નોંધાવીને ટીમને નાલેશીભરી સ્થિતિમાંથી બચાવી હતી. પેસ બોલર રબાડાએ 37 રનમાં પાંચ વિકેટ હાંસલ કરી હતી. સાઉથ આફ્રિકાએ તેના ટેસ્ટ ઈતિહાસમાં ઇનિંગ અને રનના માર્જિનના સંદર્ભમાં બિગેસ્ટ વિજય હાંસલ કર્યો છે. આ પહેલાં તેણે 2017માં બાંગ્લાદેશને બ્લોમફોન્ટેઇન ખાતે એક ઇનિંગ અને 254 રનથી પરાજય આપ્યો હતો.
Source link