દહીં વડાના વડા બનાવવા માટે સૌથી પહેલા અડદની દાળને 8-9 કલાક પલાળી રાખો. ત્યારે બાદ તેને ઝીણી પીસી લો. હવે તેમાં ઝીણા કાપેલા લીલા મરચા, આદું, કાળા મરી પાઉડર, સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બરાબર હલાવી દો.
એક પેનમાં તેલને મધ્યમ આંચ પર ગરમ કરવા મુકો.તેલ ગરમ થવા પર નાના વડા ફ્રાય કરી લો. ધ્યાન રાખો કે વડા બંન્ને બાજુ સોનેરી થાય ત્યાં સુધી ફ્રાય કરવા. હવે આ વડાને હુંફાળા પાણીમાં રાખો.
દહીં વડામાં ઉપયોગમાં લેવામાં આવતા દહીં બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં દહીં લો. તેને ક્રિમ સ્ટ્રક્ચર રહે તેવી રીતે થોડુ પાણી ઉમેરી બરાબર મિક્સ કરો.
હવે વડા નરમ થઈ જાય એટલે તેને હથેળી વચ્ચે દબાવી લો. તેમાં શેકેલુ જીરું, લાલ મરચું પાવડર,ખાટી-મીઠી આમલીની ચટણી, કાળી મરી, સ્વાદ અનુસાર મીઠું દહીં પર નાખો.
દહીં વડા ઉપર લીલા ધાણા, જીરું પાવડર અને લાલ મરચુ, ઝીણી સેવ, ડુંગળી સાથે તીખી અને ગળી ચટણી ઉપર નાખીને ગાર્નિશ કરીને સર્વ કરી શકો છો. ( Image – Getty Images )
Source link