દાહોદ શહેરના મંડાવાવ રોડ એપીએમસી તરફ્ જવાના રસ્તે વોર્ડ નંબર 04માં જાહેર અવર જવર રસ્તા પર મસમોટો ભુવો પડતાં વાહનચાલકો તેમજ સ્થાનીકોને આ રસ્તા પરથી જીવના જોખમે પસાર થવાનો વારો આવી રહ્યો છે ત્યારે સ્માર્ટ સીટીની નામના ધરાવનાર દાહોદ શહેરની દશા અને દુર્દશા જોઈ આ વિસ્તારના લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. પાલિકા તંત્રની કામગીરી પર અનેક સવાલો પણ ઉઠવા પામ્યાં છે.
દાહોદ શહેરને સ્માર્ટ સીટીની નામના મળ્યાંને વર્ષો વિતી ગયાં પરંતુ શહેરમાં આંખે વળગીને ઉડે તેવી કામગીરી જોવા મળતી નથી. માત્ર ઐતિહાસીક છાબ તળાવના નવીનીકરણ સિવાય શહેરમાં કોઈ કામગીરી કરાઇ ન હોવાના આક્ષેપો પણ શહેરવાસીઓમાં છડેચોક થઈ રહ્યાં છે. ચાલુ વર્ષે દાહોદ શહેરમાં મેઘરાજાની ધમાકેદાન એન્ટ્રીને પગલે દાહોદ શહેર પાલિકા તંત્રની કામગીરીની પોલ પણ ખુલી ગઈ હતી. ઠેર ઠેર જાહેર રસ્તાઓ પર મસમોટા ખાડાઓ પડી જતાં જેમાં વરસાદી પાણીના ભરાવાને કારણે લોકોને જીવના જોખમે પસાર થવાનો વારો આવ્યો છે. દાહોદ શહેરમાં વધુ આવોજ એક કિસ્સો વોર્ડ નંબર 4 એટલે કે, મંડાવાવ એમપીએમસી તરફ્ જવાના રસ્તે સતત ચોવીસે કલાક ધમધમતા રસ્તાની વચ્ચે મસમોટા ભુવો પડતાં અહીંથી પસાર થતા વાહન ચાલકો તેમાંય ખાસ કરીને આ રસ્તા પરથી 108 ઈમરજન્સી એમ્બ્યુલંશ સેવા, શાળા, ટયુશને આવતાં જતાં બાળકો, અન્ય વાહન ચાલકો સહિત સતત આ રસ્તા પરથી પસાર થતાં હોય છે ત્યારે આ રસ્તા પર મસમોટો ભુવો પડતાં ટ્રાફ્કિ જામના દ્રશ્યો પણ સર્જાઈ રહ્યાં છે.
સ્થાનીકો દ્વારા કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે ભુવાની આસપાસ પથ્થરો મુકી આડસ પણ કરવામાં આવી છે ત્યારે આ રસ્તા પર મસમોટો ભુવો પડતાં અહીંના સ્થાનીકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનીકોના જણાવ્યાં અનુસાર, દાહોદ નગરપાલિકા દ્વારા સ્માર્ટ સીટીની નામે કોઈ કામગીરી કરવામાં ન આવી હોવાના આક્ષેપો સ્થાનીકો કરી રહ્યાં છે.
Source link