- દાહોદ નગર પાલિકા દ્વારા કરાયેલી મોડી રાત્રે કાર્યવાહી
- પાલિકાની કામગીરી સામે નાના વેપારીઓમાં રોષ : કેટલીક લારીઓની તોડફોડનાં આક્ષેપ
- જ્યાં ખાણીપીણીની લારીઓ તેમજ ગલ્લા જેસીબીથી ઉપાડી ટ્રેક્ટરમાં ભરી લઈ ગયા હતા
દાહોદ શહેરના દેસાઈવાડ વિસ્તારમાં ગત રાતે ન.પા. દ્વારા ખાણીપીણીની લારીઓના દબાણો ખસેડવાની કામગીરી હાથ ધરાતા નાના વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ કામગીરી દરમિયાન વેપારીઓ અને પાલિકાના કર્મચારીઓ વચ્ચે તું..તું..મૈ..મૈ.ના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.
દાહોદ શહેરને સ્માર્ટ સિટી જાહેર કર્યા બાદ વર્ષો વીતી જવા છતાં શહેરમાં સ્માર્ટ સિટી જેવી કોઈ કામગીરી અત્યાર સુધી જોવા મળી નથી, ત્યારે નગર પાલિકા દ્વારા ગત રાતે અચાનક શહેરના તળાવ વિસ્તાર એટલે કે દેસાઈવાડ વિસ્તારમાં જેસીબી તેમજ ટ્રેક્ટર લઈ પહોંચી ગયા હતા. જ્યાં ખાણીપીણીની લારીઓ તેમજ ગલ્લા જેસીબીથી ઉપાડી ટ્રેક્ટરમાં ભરી લઈ ગયા હતા. દબાણો દૂર કરવાની આ કામગીરીને પગલે નાના વેપારીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.
વેપારીઓનો મિજાજ પારખી ગયેલા પાલિકાના સત્તાધીશો સ્થળ પરથી રવાના થઈ ગયા હતાં, પાલિકાની કામગીરીને લઈને નાના વેપારીઓના જણાવ્યા મુજબ, પાલિકા તંત્ર દ્વારા આગોતરી જાણ કર્યા વિના અચાનક તેમના લારી ગલ્લા ઉપાડી લેવાની કાર્યવાહી કરી છે.
પાલિકા દ્વારા અચાનક આ પ્રકારની કામગીરી કરાતા તેઓનો રોજગાર ધંધા છીનવાઈ ગયા છે.કામગીરી દરમિયાન વેપારીઓએ પાલિકાના કર્મચારીઓએ કેટલીક લારીઓની તોડફોડ પણ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો.
Source link