
દીપિકા પાદુકોણ તેની પુત્રીના જન્મ બાદ લાઇમલાઇટથી દૂરી બનાવી લીધી છે. તે કેમેરાથી અંતર જાળવી રહી છે. દીપિકા હાલમાં પોતાનો બધો સમય તેની પુત્રી દુઆ સાથે વિતાવવા માંગે છે. આ કારણે દીપિકા હાલમાં તેના પ્રોજેક્ટ્સનું શૂટિંગ શરૂ કરી રહી નથી. આ અભિનેત્રી પોતાની દીકરીનું બધું કામ જાતે કરવા માંગે છે. રણવીર સિંહ પણ પિતા બન્યા પછી મોટાભાગનો સમય પોતાના પરિવાર સાથે વિતાવવાનું પસંદ કરે છે. ત્યારે દીપિકા પાદુકોણ માતા બન્યા પછી પહેલીવાર રેમ્પ વોક કરતી જોવા મળી હતી. જેમાં તેનો લુક જોઇને લોકોને રેખાની યાદ આવી ગઇ.
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
દીપિકા પાદુકોણે સબ્યસાચી માટે રેમ્પ વોક કર્યું હતુ. જેમાં દીપિકાએ લોકોને ખૂબ આશ્ચર્યચકિત કર્યા. અભિનેત્રીના લુકે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું. આ દરમિયાન દીપિકાએ સફેદ રંગનો લાંબો કોટ અને ઢીલું સફેદ પેન્ટ પહેર્યુ હતું. દીપિકાનો આ લુક જોયા પછી લોકોને પીઢ અભિનેત્રી રેખાનો જૂનો અંદાજ યાદ આવી ગયો છે. જોકે ઘણી હદ સુધી, અભિનેત્રીનો દેખાવ રેખા જેવો જ લાગી રહ્યો હતો. હેર સ્ટાઇલથી લઈને આઉટફિટ સુધી, બધું જ રેખાના સમયની યાદ અપાવે છે.
દીપિકાના લુકથી ચાહકોને રેખાની યાદ આવી ગઈ
દીપિકાએ કાળા મોજા અને માણેક જડિત ગોલ્ડન ક્રોસ નેકલેસ સાથે પોતાનો લુક પૂર્ણ કર્ય હતો. તેણીએ ચોકર અને ડાયમંડ વાળા કડા પણ પહેર્યા હતા. દીપિકા તેના ફેશન સેન્સ માટે જાણીતી છે. પણ જો તમને રેખાના જૂના ફોટોશૂટ જોશો તો ખ્યાલ આવશે કે દીપિકાનો લુક રેખાને એકદમ મળતો આવે છે. એક યુઝરે ટિપ્પણી કરી કે દીપિકા પાદુકોણ રેખાજીની લેગસી આગળ વધારી રહ્યા છે.
એક યુઝરે લખ્યુ કે મને લાગ્યું કે તે રેખાજી છે. બીજા એક યુઝરે લખ્યું, પહેલા તો મને લાગ્યું કે તે રેખાજી છે. જોકે, ઘણા યુઝર્સ દીપિકાને તેના લુક માટે ટ્રોલ કરી રહ્યા છે. ઘણા યુઝર્સને દીપિકાનો આ અંદાજ બિલકુલ પસંદ આવ્યો નહીં. તમને જણાવી દઈએ કે, દીપિકા છેલ્લે ફિલ્મ સિંઘમ અગેનમાં જોવા મળી હતી. અભિનેત્રી ટૂંક સમયમાં તેની આગામી ફિલ્મ પર પણ કામ શરૂ કરશે.