NATIONAL

Delhi: ઉત્તર ભારતમાં કડકડતી ઠંડીનું આક્રમણ: કોલ્ડ વેવની ચેતવણી

ઉત્તરપ્રદેશ સહિતના ઉત્તર ભારતના રાજ્યોમાં પડી રહેલી કડકડતી ઠંડી વચ્ચે શનિવારે હવામાન ખાતાએ જણાવ્યું હતું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જમ્મુ અને કાશ્મીર, લદાખ તથા તેની આસપાસના વિસ્તારોમાં 16 અને 17 ડિસેમ્બરે વરસાદ સાથે હિમવર્ષા થવાની સંભાવના છે.

આ ઉપરાંત હવામાન ખાતા દ્વારા આગામી દિવસોમાં ઉત્તરપ્રદેશ, બિહાર સહિતના અનેક રાજ્યોમાં કોલ્ડ વેવની ચેતવણી ઈશ્યૂ કરવામાં આવી છે. પંજાબ, મધ્યપ્રદેશ, જમ્મુ-કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, ચંડીગઢમાં કોલ્ડ વેવનો પ્રભાવ જોવા મળ્યો હતો. બીજી તરફ શુક્રવારે સાઉથઈસ્ટ બંગાળની ખાડીમાં હળવા દબાણનું ક્ષેત્ર બન્યું છે તેના કારણે દક્ષિણના અનેક રાજ્યોમાં વરસાદ પડશે. પાછલા 24 કલાક દરમિયાન તમિલનાડુમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો હતો. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર તમિલનાડુમાં 17 અને 18 ડિસેમ્બર સુધી ભારે વરસાદ જળવાઈ રહેશે. કેરળમાં પણ 14 ડિસેમ્બરે ચાલુ થયેલો ભારે વરસાદ 18 અને 19 ડિસેમ્બરે પણ ચાલુ રહેશે તેમ જણાવાયું હતું. આ ઉપરાંત તટિય આંધ્રપ્રદેશ, રાયલસીમા, સાઉથ ઈન્ટિરિયર કર્ણાટકમાં 17 અને 18 ડિસેમ્બરે ભારે વરસાદનું એલર્ટ ઈશ્યૂ કરવામાં આવ્યું છે. આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં પણ શનિવારે ભારે વરસાદ પડી રહ્યો છે અને તે રવિવારે પણ જળવાઈ રહેવાની હવામાન ખાતાએ આગાહી કરી હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button