ભારતીય અંતરિક્ષ સંશોધન કેન્દ્ર (ISRO)ના ચેરમેન એસ. સોમનાથે તાજેતરમાં જ એક પોડકાસ્ટમાં નોંધપાત્ર નિવેદન કર્યું છે. આ પોડકાસ્ટમાં સોમનાથે એલિયનના આસ્તિત્વ વિશે ચર્ચા કરી હતી. સોમનાથે કહ્યું કે બ્રહ્માંડમાં ચોક્કસપણે એલિયનની હાજરી છે અને બની શકે તે તેમની સભ્યતાઓ અનેક પ્રકારે વિકાસ કરી ચૂકી હોય.
એસ. સોમનાથનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે દુનિયાભરમાં એલિયન જીવન વિશે ચર્ચાઓ થઈ રહી છે. એસ. સોમનાથે કહ્યું કે એલિયન તેમને ખૂબ જ રોમાંચિત કરે છે. પોડકાસ્ટર રણવીર અલાહાબાદિયાએ પોતાના પોડકાસ્ટ દરમિયાન સોમનાથને પૂછયું હતું કે, શું આપણા ગ્રહ પર એલિયન આવી ચૂક્યા છે? આના જવાબમાં ઇસરોના ચેરમેને કહ્યું કે, ચોક્કસ એવું બની શકે છે. ચોક્કસ, મને તેમાં કશી શંકા નથી કે એલિયન આપણી ધરતીની વિઝિટ કરી ચૂક્યા છે. પરંતુ મારી પાસે તેની કશી સાબિતી નથી. એલિયનનું અસ્તિત્વ છે. જો તેઓ ટેક્નોલોજીમાં આપણા કરતાં આગળ હશે તો તેઓ તમારા પોડકાસ્ટને સાંભળી રહ્યા હશે.
Source link