આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને ગુરુવારે જણાવ્યું હતું કે ભારતે પાછલા 10 વર્ષમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં સારું કામ કર્યું છે. જો કે સ્થાનિક મેન્યુફેક્ચરિંગ અને રોજગારીના સર્જનમાં વેગ માટે અન્ય ક્ષેત્રોમાં પણ વધારે કામ કરવાની આવશ્યકતા છે.
એક મુલાકાતમાં રાજને વધુમાં જણાવ્યું હતું કે ગૂડ્ઝ હોય કે પછી સર્વિસ પણ તેના ઉત્પાદન પર સરકારનું ધ્યાન છે તે સારી બાબત છે. પરંતુ આ કામને યોગ્ય પ્રકારે કરવું પણ મહત્વપુર્ણ છે. મોદી સરકારની પહેલ મેક ઈન ઈન્ડિયા પરના એક સવાલનો જવાબ આપતાં તેમણે જણાવ્યું હતું કે હું કહીશ કે ઇકાદો સારો છે. મને લાગે છે કે કેટલાક ક્ષેત્રોમાં, જેમ મે અગાઉ કહ્યું તેમ આપણે મેન્યુફેક્ચરિંગમાં ઘણું બધું કર્યું છે. આપણે ઘણું બધું કર્યું છે જે ખુબ ઉપયોગી રહ્યું છે. મોદી સરકારની મુખ્ય પહેલ મેક ઈન ઈન્ડિયાનો આરંભ 10 વર્ષ અગાઉ 25 સપ્ટેમ્બર, 2014ના રોજ થયો હતો.
Source link