સંસદના શિયાળુ સત્રમાં સાંસદો દ્વારા કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને સશસ્ત્ર દળો માટે આઠમા કેન્દ્રીય વેતન પંચની રચના ક્યારે થશે એ સવાલ પૂછાઇ રહ્યો છે. આઠમા વેતન પંચ અંગે જુદાજુદા પક્ષોના સાંસદો સવાલ પૂછી ચૂક્યા છે. સરકાર આઠમા વેતન પંચની રચના ન થવાને કારણે કેન્દ્ર સરકારના કર્મચારીઓમાં વ્યાપેલા આક્રોશથી વાકેફ છે કે કેમ અને જો વાકેફ છે તો આ મુદ્દે સરકારની શું પ્રતિક્રિયા છે?
તેવા પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય નાણા રાજ્યપ્રધાન પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે હાલમાં સરકાર પાસે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આઠમા વેતન પંચની રચનાનો કોઇ જ પ્રસ્તાવ વિચારાધીન નથી. સંસદ સત્ર દરમિયાન લોકસભા સાંસદ જયપ્રકાશ, આનંદ ભદૌરિયા અને વી. વૈથિલિંગમે આઠમા વેતન પંચ અંગે સવાલ પૂછયા હતા. તેમણે એવો પણ સવાલ કર્યો હતો કે વધતી મોંઘવારીમાં જીવનનિર્વાહના વધતા ખર્ચ અને કર્મચારીઓની દુર્દશાને નજરઅંદાજ કરવાનું શું કારણ છે? પંકજ ચૌધરીએ જવાબમાં કહ્યું હતું કે સાતમું વેતન પંચ 28 ફેબ્રુઆરી, 2014ના રોજ રચાયું હતું.
Source link